શોધખોળ કરો
MS Dhoni New Hairstyle: મહેન્દ્ર સિંહ ધોનીની નવી હેર સ્ટાઇલ થઈ વાયરલ, જુઓ તસવીરો
તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
1/7

MS Dhoni New Hairstyle: ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હંમેશા તેની હેર સ્ટાઇલને લઈ ચર્ચામાં રહે છે. જ્યારે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતું ત્યારે લાંબા વાળ માટે જાણીતો હતો. પરંતુ તે બાદ વિવિધ પ્રકારની હેરસ્ટાઇલથી તેણે અલગ ઓળખ બનાવી હતી.
2/7

સોશિયલ મીડિયા પર મહેન્દ્ર સિંહ ધોનીની નવી હેરસ્ટાઈલ ખૂબ વાઇરલ થઈ રહી છે અને ફેન્સને એ પસંદ પણ છે. હેરસ્ટાઈલિસ્ટ આલિમ હકીમે તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ધોનીની ઘણી તસવીરો પોસ્ટ કરી છે. એમાં તેઓ મહેન્દ્ર સિંહ ધોનીની નવી હેરસ્ટાઈલ દેખાડી રહ્યા છે.
3/7

ધોની આ તસવીરમાં યલો ડ્રેસમાં નજરે પડી રહ્યો છે. આ ફોટાને અત્યાર સુધીમાં બે લાખથી વધારે લોકો લાઇક કરી ચુક્યા છે અને હજારો લોકોએ કમેંટ કરી છે.
4/7

ધોનીની આ તસવીર પર બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી સહિત અનેક સેલિબ્રિટી પણ કમેંટ કરીને પ્રશંસા કરી ચુક્યા છે. ધોની આ ફોટામાં શાનદાર લુકમાં નજરે પડી રહ્યો છે.
5/7

મહેન્દ્ર સિંહ ધોની સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી આઈપીએલના બીજા તબક્કામાં ક્રિકેટના મેદાન પર નજરે પડશે. તે ફરી એક વખત સીએસકે માટે ટ્રોફી જીતવાની કોશિશ કરશે. ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે. જેને તોડવા મુશ્કેલ છે. થોડા દિવસ પલા ધોની મુંબઈમાં ચેરિટી ફૂટબોલ મેચમાં શ્રેયસ અય્યર સાથે જોવા મળ્યો હતો.
6/7

ધોનીની ગણના ભારતના સૌથી સફળ કેપ્ટનમાં થાય છે. તેની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા ટી-20નો સૌપ્રથમ વર્લ્ડકપ જીત્યું હતું. પાકિસ્તાનને હાર આપીને ધોનીએ ભારતને વિજેતા બનાવ્યું હતું. જ્યારે 2011માં ભારતીય ટીમને વન ડે વર્લ્ડકપ વિજેતા બનાવ્યું હતું. ઉપરાંત આઈસીસી ટેસ્ટ ચેમ્પિયન પણ બન્યું હતું. ધોનીએ 90 ટેસ્ટમાં 4876 રન, 350 વન ડેમાં 10,773 રન, 98 ટી-20માં 1617 રન અને 211 આઈપીએલ મેચમાં 4669 રન બનાવ્યા છે.
7/7

તમામ તસવીર સૌજન્યઃ આલિમ હકીમ ઈન્સ્ટાગ્રામ
Published at : 31 Jul 2021 12:16 PM (IST)
આગળ જુઓ
Advertisement