શોધખોળ કરો
Year Ender 2021: દુનિયાભરમાં છવાયા આ ભારતીય સુપરહીરો, નીરજ ચોપડાથી લઇને અદિતિ અને મનીષા રહ્યાં ચર્ચામાં, જુઓ તસવીરો

2021_Super_Hero_
1/8

Year Ender 2021: વર્ષ 2021માં ઘણીબધી રમતો આંતરરાષ્ટ્રીયે લેવલ પર રમાઇ તેમાં ઓલિમ્પિક સૌથી આગળ રહ્યું, ઓલિમ્પિકમાં આ વખતે ભારતીય ખેલાડીઓએ ડંકો વગાડી દીધો છે. ભારત પાસે આ વખતે ફરી એકવાર ગૉલ્ડ મેડલ આવ્યુ અને તે નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં અપાવ્યુ આ ઉપરાંત બ્રૉન્ઝ અને સિલ્વર મેડલો પણ ભારતના ખાતમાં આવતા રહ્યાં. ટોક્યોમાં ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં બન્નેમાં ભારતીય ખેલાડીઓ ગૉલ્ડથી લઇને સિલ્વર સુધીની સફર પુરી કરી, જુઓ લિસ્ટ.............
2/8

નીરજ ચોપડા, જેવલિન - નીરજ ચોપરાએ આ વર્ષે ભારતના રમતગમતના ઈતિહાસમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જે 100 વર્ષમાં એથ્લેટિક્સમાં પહેલો ગોલ્ડ મેડલ હતો. નીરજ ઓલિમ્પિકમાં શૂટર અભિનવ બિન્દ્રા પછી બીજા નંબરે વ્યક્તિગત ગોલ્ડ જીતનાર ભારતીય ખેલાડી બન્યો છે. નીરજને મેજર ધ્યાનચંદ ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
3/8

અવની લેખારા, શૂટર - ટોક્યો પેરાલિમ્પિક્સમાં યુવા શૂટર અવની લેખારાએ દેશનુ ગૌરવ વધાર્યુ. અવનીએ પહેલા 10 મીટર એર રાઈફલ ક્લાસ SH-1 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો અને પછી મીટર રાઈફલ 3 પોઝીશન SH1 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો. ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી બની હતી. તેમની આ વિશેષ સિદ્ધિ માટે તેમને ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
4/8

મનીષા કલ્યાણ, ભારતીય મહિલા ફૂટબૉલ ટીમ ખેલાડી - AFC એશિયન કપની તૈયારીના ભાગરૂપે, ભારતીય મહિલા ફૂટબોલ ટીમે ચાર દેશોની ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે બ્રાઝિલનો પ્રવાસ કર્યો. આ ટીમ પ્રથમ વખત વિશ્વની સાતમા ક્રમાંકિત અને ભૂતપૂર્વ ફિફા વર્લ્ડ કપની ઉપવિજેતા બ્રાઝિલ સામે રમી હતી. અહીં તેમને 1-6થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત માટે સૌથી મોટી સિદ્ધિ તેનો એક ગોલ હતો જે 20 વર્ષની મનીષા કલ્યાણે કર્યો હતો. આ એ તેનો અદભૂત ગૉલ હતો.
5/8

અદિતિ અશોક, ગૉલ્ફ - ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની યુવા ખેલાડીનું અદિતિ અશોક મેડલ જીતી શકી ન હતી પરંતુ તેણે વિરોધીઓને ગૉલ્ફમાં જોરદાર ટક્કર આપી હતી, અદિતિને હાર મળી પરંતુ 200માં નંબર પરથી ચોથા સ્થાને રહેતા રાતોરાત ચર્ચામાં આવી ગઇ હતી.
6/8

લક્ષ્ય સેન, શટલર - 20 વર્ષીય યુવા શટલર લક્ષ્ય સેને તેની ક્ષમતા સાબિત કરી, તે વર્લ્ડ ચેમ્પિયનશિપના પોડિયમ કોર્ટ પર આંતરરાષ્ટ્રીય સ્તરે વિક્ટર એક્સેલસન અને કેન્ટો મોમોટા જેવા ખેલાડીઓને પડકારતો જોવા મળ્યો હતો. તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને આવું કરનાર તે દેશનો સૌથી યુવા શટલર બન્યો. ગત વર્ષે ટોપ 25માંથી બહાર રહેલ લક્ષ્ય સેન હાલમાં વર્લ્ડ રેન્કિંગમાં 17મા સ્થાને છે.
7/8

શ્રીહરિ અને સાજન પ્રકાશ, તરવૈયા - ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ત્રણ તરવૈયાઓએ ભાગ લીધો, આવુ પહેલીવાર બન્યુ જ્યારે ભારતીય તરવૈયાઓ ક્વોલિફાઈંગ માર્ક A હાંસલ કર્યા, પછી ત્યાં પહોંચ્યા હતા. શ્રીહરિ નટરાજ અને સાજન પ્રકાશે ક્વોલિફાઇંગ A માર્ક મેળવીને ટોક્યોની ટિકિટ મેળવી હતી.
8/8

ભારતીય મહિલા હૉકી ટીમ - ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ સેમી ફાઇનલમાં પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા. વંદના કટારિયાની મહત્વની ભૂમિકા જોવા મળી. તેણે ક્વાર્ટર ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે હેટ્રિક ફટકારીને ઈતિહાસ રચ્યો છે. આ રેકોર્ડ બનાવનાર તે ભારતની પ્રથમ મહિલા બની હતી. જોકે બ્રાન્ઝ મેડલની મેચમાં હાર મળતા તેના ઘર પર પથ્થરમારો થયો હતો. આ શરમજનક ઘટના સામે આવી હતી.
Published at : 28 Dec 2021 12:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
રાજકોટ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
