કંચનબેને કહ્યું કે, અમારા ખર્ચે તમે જલસા કરો છો ને છેલ્લા કેટલાક દિવસોથી અમારા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, અમારી ઘર વખરી પલળી ગઇ છે પણ સરકાર તરફથી કોઇ સહાય કે મદદ મળી નથી. ગ્રામજનોના સહિયારા પ્રયાસથી અમે મુશ્કેલીમાંથી બહાર આવ્યા છીએ.
2/6
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વિસ્તારની સમીક્ષા કરી હતી. એ પછી તેમની સૂચનાથી તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળેલા અને રાતોરાત મંત્રી બનેલા કુંવરજી બાવળિયા અસરગ્રસ્તોને મળવા પહોંચ્યા હતા. જો કે પૂરગ્રસ્ત સ્થાનિક લોકોને સરકાર તરફથી કોઇ જ સહાય કે મદદ મળી નથી તેથી ગ્રામજનોમાં રોષ છે.
3/6
આ રોષનો ભોગ કુંવરજી બાવળિયા બન્યા હતા. વાસોજ ગામની કંચનબેન બલવંતભાઇ રાઠોડ નામની મહિલાએ કુંવરજી બાવળિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અમારા ગામમાં સરકાર તરફથી કોઇ રોડ-રસ્તા બનાવવામાં આવ્યા નથી કે કોઈ સગવડ નથી અપાઈ ને તમે ખાલી મત માગવા આવો છો.
4/6
ઉનાના વાસોજ ગામમાં સૌથી ખરાબ હાલત થઈ છે ત્યારે મોડે મોડે ગામમાં પહોંચેલા કુંવરજી બાવળિયાને લોકો દ્વારા જાકારો આપી હાંકી કાઢવામાં આવ્યા હતા. બાવળિયાની કોઈ વાત લોકોએ સાંભળી નહોતી. એક મહિલાએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તમે અહી મત માગવા જ આવો છો.
5/6
ઉના: સૌરાષ્ટ્રના ઉના અને ગિરગઢડામાં છેલ્લા 10 દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. આ વિસ્તારમાં 10 દિવસમાં 50 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે અને લોકોની હાલત કફોડી છે ત્યારે તંત્રે કશું ના કરતાં લોકોના રોષનો ભોગ વિજય રૂપાણી સરકારના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ બનવું પડ્યું હતું.
6/6
તેમણે કહ્યું કે, મુશ્કેલીના સમયે કોઇ આવ્યું નહી ને હવે મત માગવા આવો છો, હવે ફરી અહીં કોઇએ મત માગવા આવવું નહીં. બાવળિયાએ તેમને સમજાવવા પ્રયત્ન કર્યો હતો પણ લોકોનો આક્રોશ ઠંડો નહોતો પડ્યો. તેના કારણે કુંવરજીએ વિલા મોઢે પાછું ફરવું પડ્યું હતું.