CWG 2022: મીરાબાઇ ચાનૂએ જેને ગિફ્ટ આપ્યા લિફ્ટિંગ શૂઝ, તેને જ રેકોર્ડની બરાબરી કરીને જીત્યુ સિલ્વર મેડલ, વાંચો રસપ્રદ કિસ્સો
બિન્દિયાએ કૉમનવેલ્થ ચેમ્પીયનશીપમાં સિલ્વર મેડલ જીત્યા બાદ કહ્યું હતુ કે મારી સફળતામાં મીરા દીનું ખુબ મોટુ યોગદાન રહ્યું છે.
![CWG 2022: મીરાબાઇ ચાનૂએ જેને ગિફ્ટ આપ્યા લિફ્ટિંગ શૂઝ, તેને જ રેકોર્ડની બરાબરી કરીને જીત્યુ સિલ્વર મેડલ, વાંચો રસપ્રદ કિસ્સો commonwealth 2022: mirabai chanu gifted shoes to bindyarani devi while weightlifting training CWG 2022: મીરાબાઇ ચાનૂએ જેને ગિફ્ટ આપ્યા લિફ્ટિંગ શૂઝ, તેને જ રેકોર્ડની બરાબરી કરીને જીત્યુ સિલ્વર મેડલ, વાંચો રસપ્રદ કિસ્સો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/31/0dc1c63d17e129325a087b5c22448d381659254646_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mirabai Chanu Bindyarani Devi Commonwealth Games 2022: બર્મિંઘમમાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે બીજો દિવસ બેસ્ટ રહ્યો, ટીમ ઇન્ડિયાએ ચાર મેડલ જીત્યા. દિલચસ્પ વાત એ છે કે, આ ચારેય મેડલ વેઇટલિફ્ટિંગમાં જ મળ્યા છે. આમાંથી એક મેડલ વિમિન્સની 55 કિલોગ્રામ કેટેગરીમાં બિન્દિયારાની દેવીએ જીત્યો. તેને મીરાબાઇના નક્શેકદમ પર ચાલતા સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. મીરાબાઇએ ગૉલ્ડ મેડલ જીત્યો છે, આ બન્નેની વચ્ચે એક ખાસ કનેક્શન છે. જાણો આ રસપ્રદ કિસ્સો.......
23 વર્ષની બિન્દિયારાની મણીપુરની છે. તેને વેઇટલિફ્ટિંગમાં ક્લિન એન્ડ જર્કમાં 116 કિલો વેઇટ લિફ્ટ કર્યુ, જ્યારે કુલ 202 કિલો વજન ઉઠાવ્યુ અને તેને મીરાબાઇ ચાનૂના 86 કિલો નેશનલ રેકોર્ડની બરાબરી કરી લીધી. બિન્દિયાએ મણીપુર એકેડેમીમાંથી જ ટ્રેનિંગ પુરી કરી છે. મીરાબાઇ ચાનૂને તે પોતાની આદર્શ માને છે. બિન્દિયા 2021 વિશ્વ ચેમ્પીયનશીપમાં ગૉલ્ડ જીતી ચૂકી છે.
મીરાબાઇએ બિન્દિયાની ખુબ મદદ કરી છે, બિન્દિયા ખુદ આ વાતને કહી ચૂકી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, બિન્દિયાએ કૉમનવેલ્થ ચેમ્પીયનશીપમાં સિલ્વર મેડલ જીત્યા બાદ કહ્યું હતુ કે મારી સફળતામાં મીરા દીનું ખુબ મોટુ યોગદાન રહ્યું છે. તે ટ્રેનિંગમાં મારી ખુબ મદદ કરતી રહી છે. જ્યારે હું કેમ્પમાં આવી હતી તો મીરા દીને ખબર હતી કે મારી પાસે લિફ્ટિંગ શૂઝ ન હતા, ત્યારે તેને જુતા ગિફ્ટ કર્યા હતા.
કૉમનવેલ્થ ગેમ્સ 2022 મેડલ ટેલી -
નંબર | દેશ | ગૉલ્ડ | સિલ્વર | બ્રૉન્ઝ | ટૉટલ |
1 | ઓસ્ટ્રેલિયા | 13 | 8 | 11 | 32 |
2 | ન્યૂુઝીલેન્ડ | 7 | 4 | 2 | 13 |
3 | ઇંગ્લેન્ડ | 5 | 12 | 4 | 21 |
4 | કેનેડા | 3 | 3 | 5 | 11 |
5 | સ્કૉટલેન્ડ | 2 | 4 | 6 | 12 |
6 | મલેશિયા | 2 | 0 | 1 | 3 |
7 | દક્ષિણ આફ્રિકા | 2 | 0 | 0 | 2 |
8 | ભારત | 1 | 2 | 1 | 4 |
9 | બરમૂડા | 1 | 0 | 0 | 1 |
10 | નાઇઝિરિયા | 1 | 0 | 0 | 1 |
આ પણ વાંચો........
RBI Tokenization Rule: ઑનલાઈન બેંકિંગ ફ્રોડ રોકવા RBI એ ઉઠાવ્યું આ પગલું, જાણો શું છે નિયમ
Shrawan 2022 Mantra: શિવજીના 5 ચમત્કારી મંત્ર, શ્રાવણમાં આ મંત્રોના જાપથી પ્રસન્ન થાય છે ભોળાનાથ
India Covid-19 Update: ભારતમાં કોરોના કાબુમાં હોવા છતાં જુલાઈ મહિનામાં નોંધાયા 5.35 લાખથી વધુ કેસ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)