ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આવતીકાલથી બીજી ટેસ્ટ મેચ, જાણો ક્યાંથી અને ક્યારે થશે લાઇવ ટેલિકાસ્ટ
ભારતીય ટીમે સેન્ચૂરિયન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને જબરદસ્ત રીતે માત આપીને જીત સાથે શ્રીગણેશ કર્યા હતા.
![ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આવતીકાલથી બીજી ટેસ્ટ મેચ, જાણો ક્યાંથી અને ક્યારે થશે લાઇવ ટેલિકાસ્ટ Cricket News : second test will be start tomorrow between India and south africa from johannesburg ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આવતીકાલથી બીજી ટેસ્ટ મેચ, જાણો ક્યાંથી અને ક્યારે થશે લાઇવ ટેલિકાસ્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/02/3047daef45c8ef7237d2f52ee6757fa3_6.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતીય ટીમ આવતીકાલથી બીજી ટેસ્ટ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને કારમી હાર આપ્યા બાદ ભારતીય ટીમ જોરદાર આત્મવિશ્વાસમાં છે. કૉચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન વિરાટ કોહલી ટીમને નવા વર્ષે નવી શરૂઆત જીતથી કરવા પ્રયાસ કરશે. ભારત સાઉથ આફ્રિકામાં 3 ટેસ્ટ મેચ અને 3 વન-ડે મેચ રમશે. બન્ને દેશો વચ્ચે 26 ડિસેમ્બરે પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ હતી.
ભારતીય ટીમે સેન્ચૂરિયન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને જબરદસ્ત રીતે માત આપીને જીત સાથે શ્રીગણેશ કર્યા હતા. હવે બન્ને દેશો વચ્ચે આવતીકાલથી 3જી જાન્યુઆરી 2022થી બીજી ટેસ્ટ મેચની શરૂઆત થવાની છે. બીજી મેચ જોહાનિસબર્ગના વાંડરર્સમાં, અને ત્રીજી ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમવામાં આવશે. જો તમે ક્રિકેટ સીરીઝ જોવા માંગતા હોય તો આ તમામ મેચોની લાઇવ પ્રસારણ સ્ટાર સ્પૉર્ટસ પરથી જોઇ શકો છો.
ટેસ્ટ સીરિઝનું શિડ્યુલઃ
પ્રથમ ટેસ્ટઃ 26-30 ડિસેમ્બર, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી ટેસ્ટઃ 3-7 જાન્યુઆરી, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી ટેસ્ટઃ 11-15 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
વન-ડે સીરિઝનું શિડ્યુલઃ
પ્રથમ મેચઃ 19 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી મેચઃ 21 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી મેચઃ 23 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
આ પણ વાંચો..........
CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી
IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ
વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા
UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)