4 ટેસ્ટ, 3 ODI અને 5 T20...BCCIએ જાહેર કર્યું Team Indiaનું શેડ્યૂલ, આ બે ટીમ આવશે ભારત પ્રવાસે
Team India Schedule 2025: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમ ઈન્ડિયાના 2025-26 ઘરેલું આંતરરાષ્ટ્રીય સીઝન માટે શેડ્યૂલ જાહેર કર્યું છે. આ સિઝનમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સામે મેચ રમશે.

Team India Schedule 2025: BCCI એ 2025 માટે ટીમ ઇન્ડિયાના સ્થાનિક આંતરરાષ્ટ્રીય સીઝનનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આગામી સીઝનમાં ભારત વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે, જેમાં ટેસ્ટ મેચ, વન ડે ઇન્ટરનેશનલ (ODI) અને T20 ઇન્ટરનેશનલ (T20I)નો સમાવેશ થાય છે.
🚨Announcement🚨
— BCCI (@BCCI) April 2, 2025
Fixtures for #TeamIndia (Senior Men) international home season for 2025 announced.
Test series against West Indies, followed by an all-format series against South Africa.
Guwahati to host its maiden Test
Details 🔽https://t.co/s1HyuWSDL2
ઘરેલુ સિઝન 2 ઓક્ટોબર, 2025 ના રોજ અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી સાથે શરૂ થશે. આ શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ 10 ઓક્ટોબરથી કોલકાતામાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી પછી, ભારત દક્ષિણ આફ્રિકાનું સ્વાગત કરશે, જે ત્રણેય ફોર્મેટમાં ભાગ લેશે. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી ઐતિહાસિક રહેશે. આ શ્રેણી 14 નવેમ્બરથી નવી દિલ્હીમાં શરૂ થશે, જ્યારે બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂ થશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ડિસેમ્બરમાં ત્રણ મેચની ODI શ્રેણી અને પાંચ મેચની T20 શ્રેણી રમાશે, જેની અંતિમ મેચ અમદાવાદમાં રમાશે.
ટીમ ઇન્ડિયાના 2025ના ઘરેલુ આંતરરાષ્ટ્રીય સીઝનનું સંપૂર્ણ શેડ્યૂલ અહીં છે:
વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ:
- પહેલી ટેસ્ટ: 02 ઓક્ટોબર 2025 - 06 ઓક્ટોબર 2025, અમદાવાદ
- બીજી ટેસ્ટ: 10 ઓક્ટોબર 2025 - 14 ઓક્ટોબર 2025, કોલકાતા
દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ:
- પહેલી ટેસ્ટ: 14 નવેમ્બર, 2025 - 18 નવેમ્બર, 2025, નવી દિલ્હી
- બીજી ટેસ્ટ: 22 નવેમ્બર, 2025 - 26 નવેમ્બર, 2025, ગુવાહાટી
- પહેલી વનડે: 30 નવેમ્બર, 2025, બપોરે 1:30, રાંચી
- બીજી વનડે: 3 ડિસેમ્બર, 2025, બપોરે 1:30, રાયપુર
- ત્રીજી વનડે: 6 ડિસેમ્બર, 2025, બપોરે 1:30, વિશાખાપટ્ટનમ
- પહેલી ટી20: 9 ડિસેમ્બર, 2025, સાંજે 7:00, કટક
- બીજી ટી20: 11 ડિસેમ્બર, 2025, સાંજે 7:00, ન્યૂ ચંદીગઢ
- ત્રીજી ટી20: 14 ડિસેમ્બર, 2025, સાંજે 7:00, ધર્મશાલા
- ચોથી T20I: 17 ડિસેમ્બર 2025, સાંજે 7:00 વાગ્યે, લખનૌ
- પાંચમી T20I: 19 ડિસેમ્બર, 2025, સાંજે 7:00 વાગ્યે, અમદાવાદ.
આ સિઝન ભારતીય ક્રિકેટ માટે રોમાંચક સમય રહેશે, જેમાં દેશના વિવિધ શહેરોમાં મેચો રમાશે.

