Fake IPL Ticket: દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ દરમિયાન ખેલાયો મોટો ખેલ, પોલીસના ખુલાસાથી હડકંપ
IPL Fake Tickets Racket: આઈપીએલની 16મી સિઝનની મેચોને લઈને ચાહકોમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ કારણે સ્ટેડિયમમાં દર્શકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે.
IPL Fake Tickets Racket: આઈપીએલની 16મી સિઝનની મેચોને લઈને ચાહકોમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ કારણે સ્ટેડિયમમાં દર્શકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. આ દરમિયાન, દિલ્હી પોલીસે એક ટોળકીનો પર્દાફાશ કર્યો છે જે આઈપીએલ મેચોની નકલી ટિકિટો છાપીને તેને વધુ પડતી કિંમતે વેચતી હતી. દિલ્હી પોલીસે આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 3 આરોપીઓ સગીર છે.
Delhi | Central District Police has busted a racket that used to print fake tickets for IPL matches and apprehended five persons including three minors. More details awaited: Delhi Police
— ANI (@ANI) April 12, 2023
દિલ્હી પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તે તમામ મુંબઈના રહેવાસી છે અને જે જગ્યાએ મેચ રમાવાની હતી ત્યાં આ લોકો તે મેચની નકલી ટિકિટ છાપીને વેચતા હતા અને લોકોને છેતરતા હતા.
#WATCH | Delhi: Central District Police busted a racket that used to print fake tickets for IPL matches and apprehended five people, including three minors. They are all residents of Mumbai and used to visit cities that host IPL matches to sell fake tickets at prices twice or… pic.twitter.com/2LTLRl3wTC
— ANI (@ANI) April 12, 2023
દિલ્હી પોલીસે આ આરોપીઓ પાસેથી દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની તાજેતરની મેચની 50 થી વધુ ટિકિટો જપ્ત કરી છે. પોલીસે તેમની પાસેથી કલર પ્રિન્ટરની સાથે ટિકિટ પ્રિન્ટ કરવા માટે જરૂરી સામગ્રી પણ મળી આવી છે.
IPL લાંબા સમય બાદ જૂના ફોર્મેટમાં રમાઈ રહી છે
કોરોના મહામારીને કારણે છેલ્લી કેટલીક આઈપીએલ સીઝન માત્ર પસંદગીના મેદાનો પર જ આયોજિત કરવામાં આવી હતી, જેના કારણે ઘણી ટીમો તેમના ઘરેલું મેદાન પર લાંબા સમય સુધી રમી શકી ન હતી. આ સિઝનમાં IPL ફરી એકવાર તેના જૂના ફોર્મેટમાં પાછી આવી છે, જેમાં ટીમને તેના હોમ ગ્રાઉન્ડ પર પણ મેચ રમવાની તક મળી રહી છે. તમામ ફ્રેન્ચાઇઝી ચાહકોને પેટીએમ ઇનસાઇડર અથવા બુક માય શો દ્વારા ટિકિટ ઉપલબ્ધ કરાવી રહી છે જેથી તેઓ તેમની ઘરેલું મેચની ટિકિટો વેચી શકે..