Pant vs Dhoni: રન, રેકોર્ડ્સ, સ્ટ્રાઇક રેટ, બેટિંગ એવરેજ અને વિકેટકીપિંગ... જાણો 'ગુરુ' અને 'શિષ્ય'માં કોણ છે બેસ્ટ....
ધોનીએ પોતાની કેરિયરમાં કુલ 90 ટેસ્ટ રમી, આમાં તે માત્ર 6 સદી જ ફટકારી શક્યો, જ્યારે ઋષભ પંતે 31 ટેસ્ટ મેચોમાં જ અત્યાર સુધી 5 સદીઓ ફટકારી દીધી છે.
Rishabh Pant and MS Dhoni Comparison: ઋષભ પંતે (Rishabh Pant) અત્યાર સુધી માત્ર 31 ટેસ્ટ રમી છે, આટલી ઓછી ટેસ્ટમાં આ ધાકડ ખેલાડીઓ પોતાની આગાવી છાપ ઉભી કરી દીધી છે. વિકેટકીપિંગની સાથે સાથે તેને બેટિંગમાં પણ તરખાટ મચાવી દીધો છે. હવે તેની સરખામણી પૂર્વ ભારતીય વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) સાથે થવા લાગી છે. કેમ કે ઋષભ પંત પોતાની આ નાની ટેસ્ટ કેરિયરમાં ધોનીની કેટલીય ઉપલબ્ધિઓને પાછળ પાડી દીધી છે, આપણે એમ કહીએ તો ખોટુ નથી કે ધોનીના અને રેકોર્ડને તોડી નાંખ્યા છે. ધોનીએ જે ઉપલબ્ધિઓ કેરિયરની 90 ટેસ્ટ મેચોમાં હાંસલ કરી છે, તે જ પંત માત્ર એક તૃત્યાંશ ટેસ્ટમાં જ મેળવી લીધી છે. ગુરુ અને શિષ્યના ટેસ્ટ ક્રિકેટના આંકડાઓ પર એક નજર........
મહેન્દ્ર સિંહ ધોની અને ઋષભ પંતની સરખામણી -
કુલ સદી -
ધોનીએ પોતાની કેરિયરમાં કુલ 90 ટેસ્ટ રમી, આમાં તે માત્ર 6 સદી જ ફટકારી શક્યો, જ્યારે ઋષભ પંતે 31 ટેસ્ટ મેચોમાં જ અત્યાર સુધી 5 સદીઓ ફટકારી દીધી છે.
એશિયાની બહાર સદીઓ -
ધોનીએ પોતાની ટેસ્ટ કેરિયરમાં એશિયાની બહાર 39 ટેસ્ટ મેચો રમી, પરંતુ ક્યારેય સદી નથી ફટકારી શક્યો. જ્યારે ઋષભ પંતે એશિયાની બહાર 23 ટેસ્ટ મેચો રમી છે તેમાં 4 સદીઓ ઠીકી દીધી છે. તેમાં બે સદીઓ ઇંગ્લેન્ડમાં અને એક એક ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં બનાવ્યુ છે.
સૌથી ઝડપી ટેસ્ટ સદી -
ધોનીએ વર્ષ 2005માં પાકિસ્તાન વિરુદ્ધ 93 બૉલમાં ટેસ્ટ સદી ફટકારી હતી, આ કોઇપણ વિકેટકીપરની સૌથી ફાસ્ટ સદી હતી, પરંતુ તાજેતરમાં જ એજબેસ્ટૉનમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 89 બૉલમાં સદી બનાવીને ઋષભ પંત આ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.
ટેસ્ટ ક્રિકેટમાં રન -
ધોનીએ ટેસ્ટ ક્રિકેટની 144 ઇનિંગમો 4876 રન બનાવ્યા છે, ઋષભ પંત 52 ઇનિંગોમાં 2066 રન બનાવી ચૂક્યો છે.
બેટિંગ એવરેજ -
ધોનીએ પોતાની કેરિયરમાં 38.09 ની બેટિંગ એવરેજથી રન બનાવ્યા, ઋષભ પંત આ મામલામાં પણ ખુબ આગળ છે, તેને બેટિંગ એવરેજ 43.04 છે.
સ્ટ્રાઇક રેટ -
ટેસ્ટ ક્રિકેટમાં ધોનીની સ્ટ્રાઇક રેટ 59.11 રહી છે, જ્યારે ઋષભ પંતે અત્યાર સુધી 72.84 ની ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે.
વિકેટકીપિંગ -
ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાં સ્ટમ્પની પાછળ કુલ 294 શિકાર કર્યા છે, એટલે કે પ્રતિ મેચ 3.26 ને પેવેલિયન મોકલ્યા,ઋષભ પંત અત્યાર સુધી 118 બેટ્સમેનોનો શિકાર કરી ચૂક્યો છે. એટલે કે આ મામલા તેની એવરેજ પ્રતિ મેચ 3.80 રહી છે. એટલે કે અહીં પણ ઋષભ પંત પણ પોતાના ગુરુ ધોનીથી થોડો આગળ દેખાઇ રહ્યો છે.
આ પણ વાંચો.....
ગુજરાતમાં આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં મેઘમહેર, 28 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો
Crime News: ‘ખુન કા બદલા ખુન’,અમદાવાદમાં પુત્રની હત્યા કરનાર યુવકને પરિવારે જાહેરમાં રહેંસી નાખ્યો
Accident: રોડ અકસ્માતમાં ગુજરાતના આ બીજેપી નેતાનું મોત, કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ
LRD પરીક્ષાની આન્સર-કીમાં વિસંગતતા અંગે આવ્યા મોટા સમાચાર, જાણો શું છે બાબત