એકદમ વિચિત્ર સ્ટાઇલમાં બૉલિંગ કરતા બૉલરનો વીડિયો વાયરલ, બોલ્યો- હું ક્રિકેટને પ્રેમ કરુ છું, પણ..........
સોશ્યલ મીડિયા આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, આ બૉલરની એક્શન એકદમ વિચિત્ર છે, લોકો જાણવા માંગે છે કે આ કઇ એક્શન છે. આ બૉલરનુ નામ છે.
George McMenemy bowling action: ક્રિકેટની રમત દુનિયાભરમાં લોકપ્રિય થઇ છે. ઘણીવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોની સાથે સાથે ઘરેલુ અને ગલી ક્રિકેટના એવા વીડિયો વાયરલ થાય છે, જેને જોવા એકદમ ફની લાગે છે. આવો જ એક વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક બૉલર એકદમ વિચિત્ર સ્ટાઇલ સાથે બૉલિંગ કરી રહ્યો છે. જુઓ અજીબોગરીબ બૉલિંગ એક્શન વાળો બૉલર.......
સોશ્યલ મીડિયા આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, આ બૉલરની એક્શન એકદમ વિચિત્ર છે, લોકો જાણવા માંગે છે કે આ કઇ એક્શન છે. આ બૉલરનુ નામ છે. જૉર્જ મેકમેનેમી (George McMenemy), આ મેચ ઇંગ્લેન્ડ વિલેજ ક્રિકેટની છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે, જૉર્જ મેકમેનેમી (George McMenemy) બૉલ નાંખતા પહેલા ડાન્સ કરે છે, અને થોડાક સ્ટેપ્સ લીધા બાદ પોતાના હાથોમાંથી બૉલ ફેંકે છે, આ બૉલ બેટ્સમેનને પણ ખબર નથી પડતો. ખાસ વાત છે કે, બૉલર કહે છે કે મને ક્રિકેટ ગમે છે, પણ હું દુનિયાનો સૌથી ખરાબ બૉલર છું......
Folks I might be a fool, I might even be the worst cricketer in the world but this sport has saved my life, enriched my mental health and given me a platform to be happy once more and try to make my incredible Mummy proud up in heaven. Cricket I love you. #cricket #CricketTwitter pic.twitter.com/o46qOuAzA5
— George McMenemy🏏 (@McMcMenemy) June 20, 2022
સોશ્યલ મીડિયા પર પોતાની બૉલિંગ એક્શન સાથે જૉર્જ મેકમેનેમીએ (George McMenemy) વીડિયો શેર કરતા લખ્યું- દોસ્તો હું મુર્ખ હોઇ શકુ છું, હું દુનિયાનો સૌથી ખરાબ ક્રિકેટર હોઇ શકુ છું, પણ આ રમતે મારો જીવ બચાવ્યો છે, મારા માનસિક સ્વાસ્થ્યને સમૃદ્ધ કર્યુ છે અને મને ફરી એકવાર ખુશ રહેવાનો મંચ આપ્યુ છે. મારી માંને સ્વર્ગમાં ગૌરવ અનુભવાય, ક્રિકેટ આઇ લવ યૂં......
આ પણ વાંચો.........
Health tips: મખાના ખાવાના ફાયદા જાણી તમે પણ ચોંકી જશો, સ્વાસ્થ્યને થશે અનેક લાભ
India vs England: ઇગ્લેન્ડ ટેસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયાને ઝટકો, આ દિગ્ગજ ખેલાડીને થયો કોરોના
US Green Card: અમેરિકા જવા માંગતા ભારતીયો માટે શું છે સારા સમાચાર ? જાણીને થઈ જશો ખુશ
Gujarat Riots:તિસ્તા સેતલવાડને લઈને ATSની ટીમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી
Health Tips: ડાયેટમાં આજે જ સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક