VIDEO: મેક્સવેલની ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા 90 રનની વિસ્ફોટક ઈનિંગ, 122 મીટર લાંબી સિક્સ ફટકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. મેક્સવેલ આ દિવસોમાં રમાઈ રહેલી બિગ બેશ લીગ 2024-25માં જોવા મળી રહ્યો છે.

Glenn Maxwell 122 Meters Six: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. મેક્સવેલ આ દિવસોમાં રમાઈ રહેલી બિગ બેશ લીગ 2024-25માં જોવા મળી રહ્યો છે. તે ટૂર્નામેન્ટમાં મેલબોર્ન સ્ટાર્સ તરફથી રમી રહ્યો છે. મેલબોર્ન રેનેગેડ્સ સામે રમાઈ રહેલી ટૂર્નામેન્ટની 32મી મેચમાં મેક્સવેલે શાનદાર ઈનિંગ રમી અને 173.08ની સ્ટ્રાઈક રેટથી 90 રન બનાવ્યા. આ ઇનિંગ દરમિયાન તેણે 122 મીટર લાંબી સિક્સ ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા.
મેક્સવેલની 122 મીટર લાંબી સિક્સ
મેક્સવેલે પ્રથમ ઇનિંગ્સની 17મી ઓવરના બીજા બોલ પર 122 મીટરની લાંબી સિક્સ ફટકારી હતી. તેણે આ સિક્સ ફાસ્ટ બોલર કે રિચર્ડસનની ઓવરમાં ફટકારી હતી. મેક્સવેલે બેટને લોંગ ઓનની દિશામાં જોરદાર સ્વિંગ કર્યું અને બોલ સીધો સ્ટેન્ડમાં પડ્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
GLENN MAXWELL SMASHED A 122M SIX IN THE BBL. 🤯
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 12, 2025
- One of the craziest hits in history! 📢pic.twitter.com/Gt4MYPp0iz
90 રનની ઇનિંગમાં 10 સિક્સર ફટકારી હતી
તમને જણાવી દઈએ કે મેચમાં ગ્લેન મેક્સલેવે 52 બોલમાં 4 ફોર અને 10 સિક્સરની મદદથી બોર્ડ પર 90 રન બનાવ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગ્લેન મેક્સવેલ સિવાય ટીમના અન્ય કોઈપણ બેટ્સમેન અડધી સદી સુધી પહોંચી શક્યા નથી. ટીમના કુલ 7 બેટ્સમેન ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા. મેક્સવેલે વિસ્ફોટક ઈનિંગ રમી તમામને ચોંકાવી દિધા હતા.
મેલબોર્ન સ્ટાર્સ 165 રનમાં ઓલઆઉટ
નોંધનીય છે કે આ મેચમાં મેલબોર્ન રેનેગેડ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી મેલબોર્ન સ્ટાર્સની ટીમ 20 ઓવરમાં 165 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે ગ્લેન મેક્સવેલે સૌથી મોટી 90 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય ટીમ માટે બીજી સૌથી વધુ ઈનિંગ 21 રનની હતી જે બેન ડકેટે રમી હતી.
આ દરમિયાન મેલબોર્ન રેનેગેડ્સ તરફથી ટોમ રોજર્સ, ફર્ગસ ઓનીલ, એઝેડ ઝમ્પા અને કેન રિચર્ડસને 2-2 વિકેટ લીધી હતી. બાકીની એક વિકેટ જેકબ બેથેલે લીધી હતી. કેન રિચર્ડસન સૌથી મોંઘો સાબિત થયો, તેણે 3.4 ઓવરમાં 10.90ની ઈકોનોમીમાં 40 રન આપ્યા હતા.
42 ફોર અને 16 સિક્સ... મુંબઈની 14 વર્ષની ઈરા જાધવે ટ્રિપલ સેન્ચુરી ફટકારી ઈતિહાસ રચ્યો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
