(Source: ECI/ABP News/ABP Majha)
IND vs AUS: રિંકુ સિંહ અને જીતેષ શર્માની વિસ્ફોટક બેટિંગ, ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 175 રનનો લક્ષ્યાંક
IND vs AUS 4th T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણીની ચોથી મેચમાં, ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. ઓપનિંગ જોડીએ ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવી હતી
IND vs AUS 4th T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણીની ચોથી મેચમાં, ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. ઓપનિંગ જોડીએ ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવી હતી અને બાદમાં બેક ટુ બેક વિકેટો પડ્યા બાદ રિંકુ સિંહ અને જીતેશ શર્માએ ઈનિંગ્સને સંભાળી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ માટે સ્પિનર તનવીર સંઘા ઘણો અસરકારક સાબિત થયો હતો.
Innings break!
Rinku Singh top-scores with 46 as #TeamIndia set a 🎯 of 175 👌
Second innings coming up shortly ⏳
Scorecard ▶️ https://t.co/iGmZmBsSDt#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/4q17vMLbBi — BCCI (@BCCI) December 1, 2023
શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, રાયપુરમાં રમાઈ રહેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ અને રૂતુરાજ ગાયકવાડે સારી શરૂઆત આપી હતી અને પ્રથમ વિકેટ માટે 6 ઓવરમાં 50 રન જોડ્યા હતા. યશસ્વી (37) રને આઉટ થયો હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ બેક ટુ બેક વધુ બે વિકેટ ગુમાવી હતી. શ્રેયસ અય્યર માત્ર 8 રન બનાવીને તનવીર સાંઘાની સ્પિનમાં ફસાઈ ગયો અને બેન ડારશિઅસના બોલ પર કેપ્ટન સૂર્યકુમાર યાદવે (1) પોતાની વિકેટ આપી દીધી. આ રીતે જ્યારે 63 રનનો સ્કોર પહોંચ્યો ત્યારે ટીમ ઈન્ડિયાએ તેની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
અહીંથી ઋતુરાજ ગાયકવાડે રિંકુ સિંહ સાથે મળીને ધીમે-ધીમે દાવને આગળ ધપાવ્યો. ગાયકવાડ 28 બોલમાં 32 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તનવીર સાંઘાએ તેને પણ પોતાનો શિકાર બનાવ્યો હતો. 111 રનમાં ચોથી વિકેટ ગુમાવ્યા બાદ રિંકુ સિંહ અને જીતેશ શર્માએ ઈનિંગને સંભાળી હતી. બંને વચ્ચે 32 બોલમાં 56 રનની ઝડપી ભાગીદારી થઈ હતી. જીતેશ 19 બોલમાં 35 રન બનાવીને ડારશિઅસના બોલ પર આઉટ થયો હતો.
ભારતની પ્લેઇંગ-11
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, દીપક ચહર, આવેશ ખાન અને મુકેશ કુમાર.
ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11
મેથ્યુ વેડ (કેપ્ટન અને વિકેટકીપર), જોશ ફિલિપ, ટ્રેવિસ હેડ, બેન મેકડર્મોટ, એરોન હાર્ડી, ટિમ ડેવિડ, મેથ્યુ શોર્ટ, બેન દ્વારશુઈસ, ક્રિસ ગ્રીન, જેસન બેહરેનડોર્ફ અને તનવીર સંઘા.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial