IND vs PAK: આવતીકાલે શાહીન આફ્રિદી રોહિત-કોહલી-ગીલને નહીં કરી શકે આઉટ ? બધાએ લીધી આ સ્પેશ્યલ ટ્રેનિંગ
શાહીન આફ્રિદીના સ્વિંગ અને પેસનો સામનો કરવા માટે ભારતીય બેટ્સમેનો નેટ્સ સેશનમાં ખાસ કવાયત સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે.
Asia Cup 2023, IND vs PAK: ભારત સામે પાકિસ્તાનના ફાસ્ટ બૉલર શાહીન આફ્રિદીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. શાહીન આફ્રિદીએ ભારત સામેની ગઇ મેચમાં શાનદાર બૉલિંગ કરી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત શાહીન આફ્રિદીએ વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાને પોતાનો શિકાર બનાવ્યા હતા. જોકે હવે ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની ટીમો સુપર-4 રાઉન્ડમાં સામસામે ટકરાશે. આ વખતે ભારતીય બેટ્સમેનો શાહીન આફ્રિદીના બૉલનો સામનો કરવા માટે ખાસ રણનીતિ પર કામ કરી રહ્યા છે.
શાહીન આફ્રિદી સામે રમવા ખાસ ટ્રેનિંગ -
ખરેખરમાં, શાહીન આફ્રિદીના સ્વિંગ અને પેસનો સામનો કરવા માટે ભારતીય બેટ્સમેનો નેટ્સ સેશનમાં ખાસ કવાયત સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ઉપરાંત ટીમના અન્ય બેટ્સમેન ડાબા હાથના એંગલથી થ્રૉ ડાઉનની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શુભમન ગીલ અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓ જોવા મળ્યા હતા, એટલું જ નહીં, આ ઉપરાંત વીડિયો એનાલિસ્ટ પણ આ બેટ્સમેનો સાથે રહ્યા. ઉપરાંત બેટ્સમેનોના ટ્રેન્ડ્સ અને ફૂટવર્ક પર ઝીણવટભરી નજર રાખવામાં આવી હતી.
શું કહે છે ભારત વિરૂદ્ધ શાહીન આફ્રિદીના આંકડા -
આંકડા દર્શાવે છે કે, ભારત સામે પાકિસ્તાની ફાસ્ટ બૉલર શાહીન આફ્રિદીનો રેકોર્ડ પ્રશંસનીય છે. શાહીન આફ્રિદીએ ભારત સામેની 4 મેચમાં 7 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યો છે. આ દરમિયાન શાહીન આફ્રિદીની એવરેજ 19.25 રહી છે. શાહીન આફ્રિદી ઉપરાંત ભારતીય બેટ્સમેનોને મોહમ્મદ નસીમ અને હરિસ રઉફના પડકારનો સામનો કરવો પડશે. છેલ્લી મેચમાં ભારતના તમામ 10 બેટ્સમેનોને પાકિસ્તાનના ફાસ્ટ બૉલરોએ આઉટ કર્યા હતા. શાહીન આફ્રિદીએ 4 વિકેટો ઝડપી હતી. આ ઉપરાંત મોહમ્મદ નસીમ અને હરિસ રઉફને 3-3 સફળતા મળી હતી.
Waiting for tomorrow ❤️🔥❤️🔥#INDvsPAK pic.twitter.com/uMZnJZozAp
— Balkrishna Rathod (@BalkrishnA__R) September 9, 2023
Virat Kohli Shared Some Experience To Sri Lankan Players Before The Big Match India vs Pakistan #indvspak #IndiaVsPakistanpic.twitter.com/yALJgYsrkM
— Cricket Rising (@CricRising) September 9, 2023
Indian batters Ravindra Jadeja and Shubman Gill are hitting the ball well in nets ahead of the India vs Pakistan Super 4 contest - The blockbuster is on it's way! #AsiaCup2023 #INDvsPAK #PAKvIND pic.twitter.com/YzAqnruMlA
— Ahmad Haseeb (@iamAhmadhaseeb) September 9, 2023
Dear haris rauf, replicate this celebration tomorrow please.#PAKvIND | #INDvsPAK pic.twitter.com/E0PjmarhOr
— Hassan Nawaz (@iam_hassan56) September 9, 2023
Burnol🔥 time for Bhakts
— Shuja (@shuja_2006) September 3, 2023
#INDvsPAK pic.twitter.com/nKbIqxgoFx