IND W vs AUS W: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, પૂજા વસ્ત્રાકાર બહાર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી T20 શ્રેણી 9 ડિસેમ્બરથી શરૂ થશે.
India W vs Australia W: India W vs Australia W: મહિલા T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ ભારતીય ટીમ સામે 5 મેચની T20 શ્રેણી માટે ભારત પહોંચવાની છે. આ શ્રેણી માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સીરિઝમાં ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌર કરશે. આ શ્રેણીમાં ઈજાના કારણે પૂજા વસ્ત્રાકર બહાર થઈ ગઈ છે.
🚨NEWS 🚨: India’s squad for T20I series against Australia announced.#TeamIndia | #INDvAUS
— BCCI Women (@BCCIWomen) December 2, 2022
આ શ્રેણી 9મી ડિસેમ્બરથી શરૂ થશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી T20 શ્રેણી 9 ડિસેમ્બરથી શરૂ થશે. સીરિઝની અંતિમ મેચ 20 ડિસેમ્બરે રમાશે. આ શ્રેણીની તમામ મેચો મુંબઈમાં રમાશે, જેમાં પ્રથમ બે મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં અને છેલ્લી ત્રણ મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આ સીરિઝમાં ઈજાના કારણે પૂજા વસ્ત્રાકર બહાર છે.
#TeamIndia squad:
— BCCI Women (@BCCIWomen) December 2, 2022
Harmanpreet Kaur (C), Smriti Mandhana (VC), Shafali Verma, Yastika Bhatia (wk), Jemimah Rodrigues, Deepti Sharma, Radha Yadav, Rajeshwari Gayakwad, Renuka Singh Thakur, Meghna Singh, Anjali Sarvani, Devika Vaidya, S Meghana, Richa Ghosh (wk), Harleen Deol.
નોંધનીય છે કે મહિલા ટી20 વર્લ્ડ કપ 2023 આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દક્ષિણ આફ્રિકામાં યોજાશે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયન ટીમ વચ્ચેની આ શ્રેણી બંને માટે ઘણી મહત્વપૂર્ણ બની જશે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા બંને વર્લ્ડ કપ માટે પ્રબળ દાવેદાર છે.
Net bowlers - Monika Patel, Arundhati Reddy, SB Pokharkar, Simran Bahadur
— BCCI Women (@BCCIWomen) December 2, 2022
Note: Pooja Vastrakar is ruled out owing to an injury and was not considered for selection.
ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટ-કીપર), જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ ઠાકુર, મેઘના સિંહ, અંજલિ સરવાણી, દેવિકા વૈધ, એસ.મેઘના, ઋચા ઘોષ (વિકેટકીપર), હરલીન દેઓલ.
ઓસ્ટ્રેલિયન ટીમના ભારત પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુલ
9 ડિસેમ્બર પ્રથમ T20 મેચ – DY પાટિલ સ્ટેડિયમ
11 ડિસેમ્બર 2જી T20 મેચ – ડીવાય પાટિલ સ્ટેડિયમ
14 ડિસેમ્બર 3જી T20 મેચ - બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ
17 ડિસેમ્બર 4થી T20 મેચ - બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ
20 ડિસેમ્બર 5મી T20 મેચ - બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ