IND vs AFG 3rd T20: ત્રીજી ટી20 માટે ટીમ ઈન્ડિયામાં થશે 3 બદલાવ! જુઓ બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બુધવારે ત્રીજી T20 મેચ રમાશે. બંને ટીમો બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એકબીજાનો સામનો કરશે.
IND vs AFG Playing 11: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બુધવારે ત્રીજી T20 મેચ રમાશે. બંને ટીમો બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એકબીજાનો સામનો કરશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ શ્રેણીમાં 2-0થી આગળ છે. ટીમ ઈન્ડિયા ત્રીજી T20 જીતીને અફઘાનિસ્તાનનો સીરીઝમાં સફાયો કરવા ઈચ્છશે. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ ક્લીન સ્વીપથી બચવા માંગશે. પરંતુ આ મેચ માટે બંને ટીમના પ્લેઇંગ 11 શું હશે ? આજે આપણે બંને ટીમોના સંભવિત પ્લેઇંગ 11 પર એક નજર નાખીશું.
શું ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં થઈ શકે છે ફેરફાર ?
માનવામાં આવે છે કે ત્રીજી T20 મેચ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં ફેરફાર થઈ શકે છે. ભારતના પ્લેઈંગ 11માં અવેશ ખાન અને કુલદીપ યાદવનો સમાવેશ થઈ શકે છે. વોશિંગ્ટન સુંદરના સ્થાને કુલદીપ યાદવને તક મળી શકે છે, જ્યારે મુકેશ કુમારના સ્થાને અવેશ ખાનને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવી શકે છે. આ સિવાય જીતેશ શર્માની જગ્યાએ સંજુ સેમસન મેદાન પર જોવા મળી શકે છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન-
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર.
અફઘાનિસ્તાનની સંભવિત પ્લેઈંગ ઈલેવન-
રહમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહીમ ઝાદરાન (કેપ્ટન), ગુલબદ્દીન નાયબ, અઝમતુલ્લાહ ઉમરઝઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન, કરીમ જનત, મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, નવીન-ઉલ-હક અને ફઝલહક ફારૂકી.
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે સીરીઝની પ્રથમ બે મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. આ રીતે રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે સીરીઝ પર કબજો કરી લીધો છે. પરંતુ ટીમ ઈન્ડિયા સિરીઝનો અંત જીત સાથે કરવા ઈચ્છશે.
ઘરેલું T20 સીરિઝમાં ભારતનો રેકોર્ડ (જૂન 2019 થી)
કુલ સીરિઝ: 15
જીત: 13
ડ્રો: 2
હાર: 0
આ મામલે ભારત હજુ હાર્યું નથી
ભારતીય ટીમ ઘરઆંગણે 3 કે તેથી વધુ મેચોની દ્વિપક્ષીય ટી-20 સીરિઝમાં એક પણ વખત હારી નથી. ભારતીય ટીમે અત્યાર સુધી ઘરઆંગણે 3 કે તેથી વધુ મેચોની 30 દ્વિપક્ષીય ટી-20 સીરિઝમાંથી 19 રમી છે. આ દરમિયાન ભારતે 18 શ્રેણી જીતી છે. જ્યારે એક શ્રેણી ડ્રો રહી હતી.