શોધખોળ કરો

KL Rahul Ruled Out: પ્રથમ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, આ ઘાતક ખેલાડી થયો બહાર

IND vs NZ 1st Test: પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ અખતરા કરે તેમ લાગતું નથી. મિડલ ઓર્ડરમાં પુજારા અને રહાણે જેવી રક્ષણાત્મક બેટિંગ કરતા ખેલાડીની સાથે ગિલ, ઐયર કે સૂર્યકુમારને રમાડાય તેવી શક્યતા છે.

IND vs NZ Kanpur Test: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝનો પ્રથમ મુકાબલો કાનપુરમાં 25 નવેમ્બરે રમાશે.  મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો લાગ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય ઓપનર કેએલ રાહુલ ઈજાના કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. આ પહેલા આજે સવારે ટીમમાં સૂર્યકુમાર યાદવને સમાવવાના અહેવાલ આવ્યા હતા. T20માં શાનદાર દેખાવ કરનારા સૂર્યકુમાર યાદવને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આઈપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો હોવાથી રોહિત શર્માનો માનીતો છે. કોલકાતાથી સીધી કાનપુરની ફ્લાઈટ પકડશે. કાનપુરમાં 25 નવેમ્બરે પ્રથમ ટેસ્ટ રમાશે. સૂર્યકુમાર યાદવે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્માં શાનદાર દેખાવ કર્યો હતો. જયપુરમાં રમાયેલા મુકાબલામાં તેણે 40 બોલમાં 62 રન બનાવ્યા હતા.

31 વર્ષીય સૂર્યકુમાર યાદવે ચાલુ વર્ષે માર્ચમાં ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યુ હતું. ઈંગ્લેન્ડ સામે પ્રથમ મુકાબલામાં જ તેણે અડધી સદી ફટકારી હતી. 11 ટી20 મુકાબલામાં તેણે 34 રનની સરેરાશથી 244 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 155નો છે. સૂર્યકુમારે ચાલુ વર્ષે વન ડે ટીમમાં પણ ડેબ્યૂ કર્યું હતું,. શ્રીલંકા સામે ડેબ્યૂ સીરિઝમાં 62ની સરેરાશથી રન બનાવ્યા હતા.

આઈપીએલ બાદ ટીમ ઈન્ડિયા તરફથી મર્યાદીત ઓવરના ક્રિકેટમાં સૂર્યકુમારના શાનદાર દેખાવને જોતાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો નહોતો. પરંતુ આ વખતે ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં મોટા ખેલાડીઓની ગેરહાજરીમાં ટેસ્ટ ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે છે. જોકે હજુ સુધી સત્તાવાર રીતે સૂર્યકુમાર યાદવના નામની જાહેરાત થવાની બાકી છે.

પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ અખતરા કરે તેમ લાગતું નથી. મિડલ ઓર્ડરમાં પુજારા અને રહાણે જેવી રક્ષણાત્મક બેટિંગ કરતા ખેલાડીની સાથે  ઐયર કે સૂર્યકુમારને રમાડાય તેવી શક્યતા છે.  ગિલ અને મંયંક અગ્રવાલ ઓપનિંગમાં આવી શકે છે. અશ્વિન અને જાડેજા સ્પિન બોલિંગમાં નિશ્ચિત છે. ત્રીજી સ્પીનર્સ તરીકે જયંત યાદવ કે અક્ષર પટેલની પસંદગી થઈ શકે છે. ફાસ્ટ બોલિંગ આક્રમણ ઈશાંત શર્મા, ઉમેશ યાદવ સંભાળી શકે છે. જો પિચ ફાસ્ટ બોલર્સને મદદકર્તા હશે તો સિરાજને પણ મોકો આપવામાં આવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
Embed widget