(Source: ECI/ABP News/ABP Majha)
KKR vs SRH: ઈડન ગાર્ડન્સમાં આવ્યું રસેલનું તોફાન, કોલકાતાએ હૈદરાબાદને આપ્યો 209 રનનો લક્ષ્યાંક
KKR vs SRH: 23 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે મેચ રમાઈ હતી. સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
KKR vs SRH: 23 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે મેચ રમાઈ હતી. સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, જે શરૂઆતમાં તેમના માટે સારું સાબિત થયું પરંતુ જેમ જેમ દાવ આગળ વધતો ગયો તેમ તેમ KKRના બેટ્સમેનોએ પ્રભુત્વ જમાવવાનું શરૂ કર્યું. ખાસ કરીને આન્દ્રે રસેલ નામના તોફાનમાં SRH બોલરો પોતાની લયથી ભટકતા જોવા મળ્યા હતા. KKRના લોઅર મિડલ ઓર્ડરે તોફાની ઇનિંગ્સ રમી અને ટીમનો સ્કોર 208 રન સુધી પહોંચાડ્યો.
End of Innings ‼️#KKR set a target of 209 courtesy Andre Russell and Rinku Singh 🎯#SRH chase starting 🔜
— IndianPremierLeague (@IPL) March 23, 2024
Follow the match ▶️https://t.co/xjNjyPa8V4 #TATAIPL | #KKRvSRH pic.twitter.com/jCqTTQU5aT
KKRએ SRHને 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો
કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી ફિલિપ સોલ્ટ અને સુનીલ નારાયણે ઇનિંગની શરૂઆત કરી હતી. સોલ્ટે ઇનિંગની મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ સુનીલ નારાયણ માત્ર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. એક છેડે સોલ્ટ રની રહ્યો હતો, પરંતુ નારાયણ આઉટ થતાંની સાથે જ KKR એ 28 રનની અંદર 3 વિકેટ ગુમાવી દીધી. ટીમનો સ્કોર 4 વિકેટે 51 રન હતો, પરંતુ ત્યાર બાદ રમનદીપ સિંહે 17 બોલમાં 35 રન બનાવીને કોલકાતાની ઇનિંગને સંભાળી લીધી હતી. એક સમયે ટીમનો રન રેટ 7થી નીચે હતો, પરંતુ આન્દ્રે રસેલ અને રિંકુ સિંહની તોફાની ઈનિંગ્સે હૈદરાબાદના બોલરોને ધોઈ નાખ્યા હતા.
Raining SIXES 🤩
— IndianPremierLeague (@IPL) March 23, 2024
An explosive innings here from Andre Russell who brings up another #TATAIPL 5️⃣0️⃣
Follow the Match ▶️ https://t.co/xjNjyPa8V4#KKRvSRH pic.twitter.com/5Augw1xTUC
શ્રેયસ અય્યરનું ખરાબ ફોર્મ ચાલુ છે કારણ કે તે માત્ર 2 બોલ રમી શક્યો હતો અને શૂન્યના સ્કોર સાથે પેવેલિયન પરત ફર્યો હતો. ફિલિપ સોલ્ટે ચોક્કસપણે અડધી સદી ફટકારી હતી, પરંતુ તેની ફિફ્ટી ફટકાર્યા બાદ તરત જ આઉટ થઈ ગયો હતો. તેણે 40 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 54 રનની ઇનિંગ રમી હતી. છેલ્લી 6-7 ઓવરમાં ભુવનેશ્વર કુમારથી માંડીને માર્કો જાનસેન અને શાહબાઝ અહેમદ સુધીના બધાની રસેલે ધોલાઈ કરી હતી. રિંકુ સિંહે પણ 15 બોલમાં 23 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે રસેલે માત્ર 20 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને ઈનિંગમાં 25 બોલમાં 64 રન ફટકારીને KKRનો સ્કોર 208 પર પહોંચાડ્યો. આ ઇનિંગ દરમિયાન તેણે 7 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. SRHને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ મળ્યો છે.