શોધખોળ કરો
Advertisement
IPL 2020: ' કોહલી-ડીવિલિયર્સના આઈપીએલમાં રમવા પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ', ભારતના ક્યા સ્ટાર ક્રિકેટરે કરી આ વાત ?
2011માં વિરાટ અને એબીડીએ મળીને આરસીબીને અનેક યાદગાર જીત અપાવી છે.
આઈપીએલની 13મી સીઝનમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી આરસીબીએ અત્યાર સુધીમાં સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ સાત મેચમાંથી પાંચ મેચમાં જીત સાથે 10 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા ક્રમ પર છે. આરસીબી આજે કેએલ રાહુલની કેપ્ટનશિપવાળી ટીમ કિંગ્સ ઇલેવન પંજાબની સામે રમવા ઉતરશે. આ મેચ પેહલા રાહુલે કેપ્ટન વિરાટ કોહલી અને એબી ડીવિલિયર્સને લઈને શાનાદર કોમેન્ટ કરી છે.
2011માં વિરાટ અને એબીડીએ મળીને આરસીબીને અનેક યાદગાર જીત અપાવી છે. બન્નેએ મલીને ટીમને અનેક વખત મુશ્કેલીમાંથી બહાર કાઢી છે. આ સીઝનમાં પણ બન્ને બેટ્સમેન નદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. બુધવારે ઇન્સ્ટાગ્રામ લાઈવ દરમિયાન રાહુલે મજેદાર અંદાજમાં કહ્યું કે, ‘હું ઇચ્છું છું કે આઈપીએલ ઓર્ગેનાઈઝર્સ વિરાટ કોહલી અને એબી ડીવિલિયર્સ પર પ્રતિબંધ લગાવી દે.ְ રાહુલે આ ત્યારે કહ્યું જ્યારે તેને પૂછવામાં આવ્યું કે જો કોઈ એક નિયમ ટી20 ક્રિકેટ અથવા આઈપીએલમાં તેને બદલવો હોય તો તે શું હશે.
રાહુલે કહ્યું, ‘હું ઇચ્છું છું કે આગામી વર્ષ માટે આઈપીએલ વિરાટ અને એબી પર પ્રતિબંધ લગાવી દે. જ્યારે તમે એક ચોક્કસ રન બનાવી લો છો તો મને લાગે છે કે તેને કહેવું જોઈએ કે હવે બસ થઈ ગયું. જ્યારે તમે 500 રન બનાવી લો, ત્યારે તમે બીજાને પણ રન બનાવવાની તક આપો.’ કિંગ્સ ઇલેવન પંજાબ માટે આ સીઝન હજુ સુધી ખૂબ જ નિરાશાજનક રહી છે. ટીમ સાત મેચમાંથી માત્ર એક મેચમાં જીત નોંધાવી શકે છે. બે પોઈન્ટ સાથે કિંગ્સ ઇલેવન પંજાબ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion