શોધખોળ કરો
Maxwell Fastest ODI Hundred: દિલ્હીમાં ગ્લેન મેક્સવેલનું વાવાઝોડું, 40 બોલમાં સદી ઠોકીને રચ્યો ઈતિહાસ
ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે નેધરલેન્ડ સામે માત્ર 40 બોલમાં સદી ફટકારીને વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ રચ્યો હતો.
![Maxwell Fastest ODI Hundred: દિલ્હીમાં ગ્લેન મેક્સવેલનું વાવાઝોડું, 40 બોલમાં સદી ઠોકીને રચ્યો ઈતિહાસ ODI World Cup 2023 Fastest Hundred by Australia Glenn Maxwell in 40 Ball know details Maxwell Fastest ODI Hundred: દિલ્હીમાં ગ્લેન મેક્સવેલનું વાવાઝોડું, 40 બોલમાં સદી ઠોકીને રચ્યો ઈતિહાસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/241b5e756e5ed9fc6e514b98ff3b4ce2169823736711076_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગ્લેન મેક્સવેલે 40 બોલમાં સદી ફટકારી
Source : Twitter
Glenn Maxwell: વર્લ્ડકપ 2023માં આજે ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે નેધરલેન્ડ સામે માત્ર 40 બોલમાં સદી ફટકારીને વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ રચ્યો હતો. મેક્સવેલ 44 બોલમાં 106 રન બનાવી આઉટ થયો હતો. જેમાં તેણે 8 છગ્ગા અને 9 ચોગ્ગા માર્યા હતા.
Glenn Maxwell has smashed the record for the fastest @cricketworldcup hundred in some style 💥@mastercardindia Milestones 🏏#CWC23 #AUSvNED pic.twitter.com/ntxbFlynOE
— ICC (@ICC) October 25, 2023
વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ખેલાડીઓ
- દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એડન માર્કરામે શ્રીલંકા સામે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. એડન માર્કરામે માત્ર 49 બોલમાં સદીનો આંકડો પાર કરી લીધો હતો. એઇડન માર્કરામે શ્રીલંકા સામે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. આ ખેલાડીએ તાજેતરમાં જ 49 બોલમાં સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે પોતાની ઇનિંગમાં 14 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ રીતે એડન માર્કરામ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઓછા બોલમાં સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો હતો. તેનો આ રેકોર્ડ ગ્લેન મેક્સવેલે આજે તોડી નાંખ્યો છે.
- આયર્લેન્ડના કેવિન ઓ'બ્રાયન આ યાદીમાં ત્રીજા સ્થાને છે. વર્લ્ડ કપ 2011માં કેવિન ઓ'બ્રાયન 50 બોલમાં સદી ફટકારી હતી. આ મેચમાં આયર્લેન્ડે કેવિન ઓ'બ્રાયનની સદીની મદદથી ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.
- ઑસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ વર્લ્ડ કપ 2015માં માત્ર 51 બોલમાં સદીનો આંકડો પાર કર્યો હતો. તેણે આ સદી પાકિસ્તાન સામે ફટકારી હતી. જે વર્લ્ડકપની ચોથી સૌથી ઝડપી સદી છે. આમ આ રીતે તે વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી ફટકારવાનું બે વખત પરાક્રમ કરી ચુક્યો છે.
- દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સ પાંચમાં નંબર પર છે. વર્લ્ડ કપ 2015માં એબી ડી વિલિયર્સે વેસ્ટ ઈન્ડિઝ સામે 52 બોલમાં સદી ફટકારી હતી.
- ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઈયોન મોર્ગન પાંચમા નંબર પર છે. વર્લ્ડ કપ 2019માં ઈયોન મોર્ગને અફઘાનિસ્તાન સામે 57 બોલમાં સદી ફટકારી હતી. ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં આ છઠ્ઠી સૌથી ઝડપી સદી હતી.
વન ડેમાં સૌથી ઝડપી સદી
- 31 - એબી ડી વિલિયર્સ વિ WI, જોહાનિસબર્ગ, 2015
- 36 - કોરી એન્ડરસન વિ WI, ક્વિન્સટાઉન, 2014
- 37 - શાહિદ આફ્રિદી vs SL, નૈરોબી, 1996
- 40 - ગ્લેન મેક્સવેલ વિ NED, દિલ્હી, 2023
આ પણ વાંચોઃ
વર્લ્ડકપ 2023ની પાંચ સૌથી મોટી ઈનિંગ, આ બેટ્સમનોએ કર્યો રનનો વરસાદ
you can't do that maxwell 🥵🔥pic.twitter.com/P3DZRs3QxR
— ɯlse (@pitchinginline) October 25, 2023
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)