1st ODI Pitch Report: કેવી છે હૈદરાબાદની પીચ, ટૉસ જીતનારી ટીમને શું થશે ફાયદો
હૈદરાબાદ સ્થિત રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ રમાઇર રહી છે,
India vs New Zealand 1st ODI Pitch Report: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ વનડે મેચ રમાઇ રહી છે, આ મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ પ્રથમ વાર આ મેદાનમાં વનડે રમવા માટે ઉતરી રહી છે, અને જીત મેળવીને સીરીઝની શરૂઆત કરવા પ્રયાસ કરશે. જોકે આ બધાની વચ્ચે પીચ રિપોર્ટ જાણી લેવો જરૂરી છે, આજે કઇ ટીમને પીચ મદદ કરશે, ને કેટલો થઇ શકે છે વધુમાં વધુ સ્કૉર, જાણો અહીં.......
શું કહે છે પીચ રિપોર્ટ -
હૈદરાબાદ સ્થિત રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ રમાઇર રહી છે, આ ગ્રાઉન્ડ પર પીચની વાત કરીએ તો, અહીં જેમ જેમ રમત આગળ વધશે તેમ તેમ પીચ સ્લૉ થતી જશે. આનો અર્થ છે કે, અહીં ફાસ્ટ બૉલરોની સરખામણીમાં સ્પીનર્સને વધઉ મદદ મળશે.
પરંતુ જો છેલ્લી મેચોની સ્થિતિને જોઇએ તો, અહીંની પીચ બેટિંગ માટે ખુબ અનુકુળ રહેશે. સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 મેચમાં 350થી વધુ બન્યા હતા. અહીં રમાયેલી છેલ્લી 6 વનડેમાં ત્રણ મેચોમાં ટીમે લક્ષ્યનો પીછો કરતાં જીત નોંધાવી છે, જ્યારે ત્રણ મેચોમાં પહેલા બેટિંગ કરનારી ટીમને જીત મળી છે. ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાનારી મેચમાં ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરનારી ટીમને ફાયદો રહેશે, એટલે કે ટૉસ જીતનારી ટીમને ફાયદો એ રહેશે કે તે પહેલા બેટિંગ કરીને મોટી સ્કૉર ઉભો કરી શકશે. ખાસ વાત છે કે, કીવી ટીમ આ મેદાનનાં પહેલીવાર વનડે મેચ રમવા ઉતરી રહી છે, તો ભારતીય ટીમ અહીં છે વનડે મેચ રમી ચૂકી છે.
ભારતમાં સીરીઝ જીતવામાં નિષ્ફળ રહી છે કીવી ટીમ-
ન્યૂઝીલેન્ડને ભારતની ધરતી પર પહેલી વનડે સીરીઝ જીતવાનો ઇન્તજાર છે, કીવી ટીમ અત્યાર સુધી ભારતીય જમીન પર 6 વાર દ્વીપક્ષીય સીરીઝ રમી ચૂકી છે, પરંતુ એકવાર પણ જીત હાંસલ નથી થઇ શકી, દર વખતે હાર જ મળી છે.
ન્યૂઝીલેન્ડના ભારત પ્રવાસની વાત કરીએ તો કીવી ટીમ વર્ષ 1988-89 માં પહેલીવાર ભારતમાં વનડે સીરીઝ રમવા આવી હતી, છેલ્લા 34 વર્ષમાં ન્યૂઝીલેન્ડ ટીમ 6 વાર ભારતની ટૂર કરી ચૂકી છે પરંતુ જીત નથી મળી, કીવી ટીમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2003-04 માં રહ્યું. ત્યારે કીવી ટીમ ત્રિકોણીય સીરીઝની ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં ટીવીએસ કપનો ખિતાબી મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે ન્યૂઝીલેન્ડ ટીમ ઇતિહાસ બદલવા માંગશે.