Team India: એક મેચ રમાડીને બહાર ના બેસાડી દેવાય મોકો આપો, - રૉબિન ઉથપ્પાએ આ સ્ટાર ખેલાડીનો કર્યો બચાવ
રૉબિન ઉથપ્પાનું કહેવુ છે કે, ટીમ મેનેજમેન્ટે સંજૂ સેમસનને થોડા લાંબા સમય સુધી મોકો આપવો જોઇએ. એક મેચ રમાડીને બીજી મેચમાં ડ્રૉપ ના કરી દેવો જોઇએ
![Team India: એક મેચ રમાડીને બહાર ના બેસાડી દેવાય મોકો આપો, - રૉબિન ઉથપ્પાએ આ સ્ટાર ખેલાડીનો કર્યો બચાવ Robin Uthappa favour to Sanju Samson for consistent opportunities in team india playing 11 Team India: એક મેચ રમાડીને બહાર ના બેસાડી દેવાય મોકો આપો, - રૉબિન ઉથપ્પાએ આ સ્ટાર ખેલાડીનો કર્યો બચાવ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/03/92ee548d4da92ee0fefae439e81832e2167541879057377_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Robin Uthappa on Sanju Samson: સંજૂ સેમસને (Sanju Samson) માત્ર 21 વર્ષની ઉંમરમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમમાં ડેબ્યૂ કર્યુ હતુ, 2015 માં તેને ડેબ્યૂનો મોકો મળ્યો હતો, હવે આ ખેલાડી 28 વર્ષનો થઇ ચૂક્યો છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેને રમવાનો બરાબર મોકો નથી મળી રહ્યો. તેને છેલ્લા 7 વર્ષમાં માત્ર 11 વનડે અને 17 ટી20 મેચો રમવાનો જ મોકો મળ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી જોઇએ તો તે ટીમની અંદર બહાર થતો રહ્યો છે. વળી, કેટલીક સીરીઝમાં તેને ટીમ ઇન્ડિયાની સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યો તો તેને પ્લેઇંગ ઇલેવનમાં મોકો નથી મળ્યો. હવે આના પર પૂર્વ સ્ટાર ક્રિકેટર રૉબિન ઉથપ્પાનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે.
રૉબિન ઉથપ્પાનું કહેવુ છે કે, ટીમ મેનેજમેન્ટે સંજૂ સેમસનને થોડા લાંબા સમય સુધી મોકો આપવો જોઇએ. એક મેચ રમાડીને બીજી મેચમાં ડ્રૉપ ના કરી દેવો જોઇએ. ઉથપ્પાએ TOI સાથે વાતચીતમાં કહ્યું કે, સંજૂને થોડા લાંબા સમય સુધી પ્લેઇંગ ઇલેવનમાં રાખવો જોઇએ, તે એક ક્વૉલિટી પ્લેયર છે, જેનામાં બહુજ કાબેલિયત છે. જો તમે તેને નંબર 3 પર રમાડવા માંગો છો, તો કમ સે કમ પાંચ મેચોમાં તો તેને મોકો આપો, જો તમે નંબર 5 પર ઉતારવા માંગતા હોય તો તેને આ સ્લૉટમાં થોડો વધુ મોકા આપવા જોઇએ.
એક મેચ રમાડીને બીજી મેચમાં બહાર કરવો ખોટી વાત -
ઉથપ્પા કહે છે કે, તેને બે-ત્રણ સીરીઝમાં સતત મોકા આપવા જોઇએ, અને પછી જુઓ તે કેવુ પરફોર્મ કરે છે, જો તે સારુ નથી કરી શકતો, તો તમે કહી શકો છો કે, તે ઇન્ટરનેશનલ લેવલનો ખેલાડી નથી. પરંતુ તમે તેને સ્ક્વૉડમાં સિલેક્ટ કરો છો, એક મેચ રમાડો છો અને આગળની બીજી મેચમાં ડ્રૉપ કરી દો છો, તો તે સારી વાત નથી. આ ખોટો સંદેશ જાય છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સંજૂ રમશે કે નહીં ?
ટેસ્ટ મેચોમાં સંજૂ સેમસન -
ઋષભ પંતની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયા વિકેટકીપર બેટ્સમેન તરીકે સંજૂ સેમસન પર પણ દાંવ લગાવી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે, સંજૂ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે. સંજૂની કેરિયરને જોઇએ તો તેને ભારત માટે 11 વનડે મેચો રમી છે, આમાં તેને 66 ની એવરેજથી 330 રન બનાવ્યા છે. વળી, ટી20 ઇન્ટરનેશનલમાં તેને 16 મેચોમાં 21.14 ની એવરેજથી 296 રન બનાવ્યા છે.
બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝનું શિડ્યૂલ -
9-13 ફેબ્રુઆરી - પ્રથમ ટેસ્ટ
17-21 ફેબ્રુઆરી - બીજી ટેસ્ટ
1-5 માર્ચ - ત્રીજી ટેસ્ટ
9-13 માર્ચ - ચોથી ટેસ્ટ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)