શોધખોળ કરો
Advertisement
સ્મૃતિ મંધાનાએ ગાંગુલી-વિરાટને છોડ્યા પાછળ, વનડેમાં બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જાણો વિગત
23 વર્ષીય સ્મૃતિએ બે હજાર રન બનાવવા માટે 51 ઇનિંગ રમી. આ રેકોર્ડ મામલે સ્મૃતિએ સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધાં છે.
નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના વનડેમાં સૌથી ઝડપી બે હજાર રન બનાવનારી બીજી ભારતીય બેટ્સમેન બની ગઈ છે. મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સર વિવિયન રિચર્ડસ સ્ટેડિયમમા રમાયેલી ત્રીજી અને અંતિમ વનડેમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. આ મેચમાં મંધાનાએ 74 રનની ઇનિંગ રમી હતી અને યુવા બેટ્સમેન જેમિમાહ રોડ્રિગેજ સાથે પ્રથમ વિકેટ માટે 141 રનની ભાગીદારી નોંધાવી હતી.
23 વર્ષીય સ્મૃતિએ બે હજાર રન બનાવવા માટે 51 ઇનિંગ રમી. તેની સાથે જ તે વિશ્વની સૌથી ઝડપી બે હજાર રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગઈ છે.
વનડેમાં મંધનાએ અત્યાર સુધી 51 વનડે મેચમાં 43.08ની એવરેજથી 2205 રન બનાવ્યા છે. જેમાં ચાર સદી અને 17 ફિફ્ટી સામેલ છે. મંધાના સિવાય શિખર ધવન જ એકમાત્ર એવો ભારતીય છે જેના નામે 50 ઓવરમાં સૌથી ઝડપી બે હજાર રન બનાવવાનો રેકોર્ડ છે. તેણે 48 ઓવરમાં આ કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. આ રેકોર્ડ મામલે સ્મૃતિએ સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધાં છે. ગાંગુલીએ આ મુકામ હાંસલ કરવા માટે 52 ઇનિંગ રમી હતી. નવજોત સિંહ સિદ્ધુએ પણ બે હજાર રન માટે 52 ઇનિંગ રમી હતી. જ્યારે વિરાટ કોહલી 53 ઇનિંગમાં આ મુકામ સુધી પહોંચ્યો હતો. જણાવી દઈએ કે, સ્મૃતિ મંધાના અને જેમિમાહની મદદથી ભારતીય ટીમે નિર્ણાયક ત્રીજી વનડેમાં વેસ્ટ ઇન્ડિઝને 6 વિકેટે હરાવી સીરીઝ 2-1થી જીતી હતી.Smriti Mandhana brings up 2000 ODI runs 💪
— ICC (@ICC) November 6, 2019
She reaches the landmark in 51 innings, the third-fastest in women's cricket 👏
What a phenomenal talent!#WIvIND pic.twitter.com/pjK2nmCbDO
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion