IND vs SL: ભારત કે શ્રીલંકા ટી20માં કોણ કોના પર છે ભારે, સીરીઝ પહેલા જાણો હેડ ટૂ હેડ આંકડા
ટી20 સીરીઝો માટે હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને ટીમની કમાન સોંપવામાં આવી છે. જ્યારે સૂર્યકુમાર યાદવને વાઇસ કેપ્ટનશિપ મળી છે.
India vs Sri Lanka, H2H: નવા વર્ષના જશ્ન બાદ ટીમ ઇન્ડિયા શ્રીલંકા વિરુદ્ધ ઘરેલી ટી20 સીરીઝથી વર્ષ 2023ના અભિયાનની શરૂઆત કરશે, બન્ને ટીમો વચ્ચે આગામી 3 જાન્યુઆરીથી ત્રણ ટી20 અને બાદમાં ત્રણ વનડે મેચોની સીરીઝ રમાશે, આ પહેલા ટીમ ઇન્ડિયાએ જીત સાથે શરૂઆત કરવા કમર કસી લીધી છે. જાણ આ સીરીઝ પહેલા બન્ને ટીમોમાંથી કઇ ટીમ કોના પર ટી20માં અત્યાર સુધી પડી છે ભારે........
ભારત વિરુદ્ધ શ્રીલંકા ટી20 આંતરરાષ્ટ્રીય હેડ ટૂ હેડ -
ભારત અને શ્રીલંકાની વચ્ચે અત્યાર સુધી કુલ 26 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમાઇ ચૂકી છે. જેમાં ભારતીય ટીમે 17 મેચોમાં જીત નોંધાવી છે અને 8 મેચોમાં શ્રીલંકા વિજય રહી છે. બન્ને વચ્ચે એક મેચ પરિણામ વિનાની રહી છે. 2022માં રમાયેલી એશિયા કપમાં શ્રીલંકાએ ભારતીય ટીમને સુપર-4 માં હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધુ હતુ.
હાર્દિક પંડ્યા કરશે ટી20 ટીમની કેપ્ટનશીપ -
ટી20 સીરીઝો માટે હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને ટીમની કમાન સોંપવામાં આવી છે. જ્યારે સૂર્યકુમાર યાદવને વાઇસ કેપ્ટનશિપ મળી છે. વળી, વનડે સીરીઝ માટે રોહિત શર્મા (Rohit Sharma) રેગ્યુલર કેપ્ટન તરીકે દેખાશે. જાણો પહેલા રમાયેલી ટી20 સીરીઝ માટે કઇ ટીમનું પલડુ ભારે છે........
#TeamIndia squad for three-match T20I series against Sri Lanka.#INDvSL @mastercardindia pic.twitter.com/iXNqsMkL0Q
— BCCI (@BCCI) December 27, 2022
ભારત અને શ્રીલંકા સીરીઝનું પુરેપુરુ શિડ્યૂલ -
શ્રીલંકન ટીમ પોતાના ભારત પ્રવાસની શરૂઆત ટી20 સીરીઝથી કરશે, આ સીરીઝની પહેલી મેચ 3 જાન્યુઆરીએ મુંબઇમાં, બીજી મેચ 5 જાન્યુઆરીએ પુણેમાં અને ત્રીજી મેચ અંતિમ મેચ 7 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. વળી, આ પછી બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ પણ રમશે. જેની પહેલી મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટી, બીજી વનડે 12 જાન્યુઆરીએ કોલકત્તામાં જ્યારે ત્રીજી અને અંતિમ વનડે મેચ 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે.
શ્રીલંકા સામે ટી-20 સીરિઝ માટેની ટીમ ઇન્ડિયા -
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સુર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગીલ, દિપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર
.
In 2022 for India 🇮🇳
— Sportz Point (@sportz_point) December 26, 2022
.
.
.
.#RishabhPant #Bhubaneswarkumar #TeamIndia #MohammadSiraj #SuryakumarYadav #jaspritbumrah #INDvSL #INDvAUS #INDvNZ #CricketTwitter pic.twitter.com/nmvFgQRZmG
#TeamIndia squad for three-match ODI series against Sri Lanka.#INDvSL #INDvsSL pic.twitter.com/NiCC8JiGr0
— Indian Cricket Team (@IndianCricNews) December 27, 2022