કોહલી અંતિમ ટેસ્ટમાં રમશે કે નહીં, ઇજા પર રાહુલ દ્રવિડે શું કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે
કૉચ રાહુલ દ્રવિડે વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા આ મોટા સવાલનો જવાબ આપ્યો છે. દ્રવિડે કોહલીની ઈજા અને તેની ફિટનેસ વિશે અપડેટ્સ આપ્યુ છે.
નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ ચાલી રહી છે, પ્રથમ બે ટેસ્ટમાં બન્ને ટીમોએ એક એક જીત મેળવીને સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. હવે બન્ને ટીમો વચ્ચે અંતિમ અને છેલ્લી ટેસ્ટ સીરીજ જીતવા માટે જીત જરૂરી બની ગઇ છે. ત્યારે અંતિમ ટેસ્ટમાં રેગ્યૂલર કેપ્ટન વિરાટ કોહલી રમશે કે નહીં તે અંગે ખુદ કૉચ રાહુલ દ્રવિડે મોટો ખુલાસો કર્યો છે. ઉલ્લેખનીય છે કે બીજી ટેસ્ટમાં અંતિમ ઘડીએ કોહલી ઇજાગ્રસ્ત થતાં ટેસ્ટ રમી શક્યો ન હતો, અને નિયમિત કેપ્ટનની જગ્યાએ હંગામી ધોરણે કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જોકે જ્હોનિસબર્ગમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
કૉચ રાહુલ દ્રવિડે વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા આ મોટા સવાલનો જવાબ આપ્યો છે. દ્રવિડે કોહલીની ઈજા અને તેની ફિટનેસ વિશે અપડેટ્સ આપ્યુ છે. રાહુલ દ્રવિડે કહ્યું કે, “કોહલી જે રીતે નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે, તે જોતા વિરાટ ફિટ દેખાઈ રહ્યો છે. મેં હજુ સુધી ફિઝિયો સાથે આ અંગે ચર્ચા કરી નથી, પરંતુ તે ફિટ દેખાઈ રહ્યો છે અને સતત ફીઝીયો સાથે વાતચીત કરી રહ્યો છે. તેના પરથી લાગે છે કે ભારતીય ટેસ્ટ કેપ્ટન ફિટ છે. દ્રવિડના નિવેદનથી સ્પષ્ટ છે કે વિરાટ કોહલી કેપટાઉનમાં રમાનારી શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં વાપસી કરતો જોવા મળી શકે છે. જો આમ થશે તો તેનો અર્થ એ થશે કે હનુમા વિહારીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવું પડી શકે છે.
ખાસ વાત છે કે અંતિમ અને છેલ્લી ટેસ્ટ મેચ કેપટાઉનમા રમાશે. અહીં ભારતનો રેકોર્ડ ખરાબ છે. કેપટાઉનમાં રમાયેલી છેલ્લી 5 મેચમાંથી ભારત 3માં હારી ગયું છે અને 2 મેચ ડ્રો થઇ છે. એટલે કે પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવા માટે હવે ભારતીય ટીમે કેપટાઉનમાં પોતાનો ઈતિહાસ બદલવો પડશે.
આ પણ વાંચો...........
કયા કયા રાજ્યોમાં કોરોનાના કેરથી ડરી સરકાર ને સ્કૂલ-કૉલજો કરાવી દીધી બંધ, જુઓ લિસ્ટ.........