ભારતીય સમય મુજબ સાંજે 4.30 કલાકે ટોસ થશે અને 5 કલાકે મેચ શરૂ થશે. મેચની ઈંગ્લિશ કોમેન્ટ્રી Star Sports 1 અને Star Sports 1 HD પરથી પ્રસારિત થશે. જ્યારે Star Sports 3 અને Star Sports 3 HD પરથી હિન્દીમાં કોમેન્ટ્રી પ્રસારિત થશે. હોટસ્ટાર પરથી મેચનું લાઇવ સ્ટ્રીમિંગ નીહાળી શકાશે.
4/7
અફઘાનિસ્તાને લીગ રાઉન્ડની શરૂઆત સારી કરી હતી. પરંતુ સુપર-ફોરની બંને મેચમાં તે હાથમાં આવેલી વિજયની તકને ઝડપવામાં નિષ્ફળ રહ્યું હતું. અફઘાનિસ્તાનનો મુખ્ય મદાર રશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, મોહમ્મદ નબી જેવા સ્પિનર્સ પર રહેશે. રશિદ ખાને એશિયા કપની 4 મેચમાં 8 વિકેટ ઝડપી છે. ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાનની ટીમે તેના લડાયક દેખાવથી પ્રભાવ પાડ્યો છે.
5/7
ફાઈનલમાં સ્થાન નિશ્ચિત થયું હોવાથી ભારત જસપ્રિત બુમરાહ કે ભુવનેશ્વર કુમારમાંથી કોઈ એક ફાસ્ટ બોલર અને શિખર ધવનને આરામ આપવામાં આવી શકે છે. આ સ્થિતિમાં ભારત ખલીલ અહેમદ, લોકેશ રાહુલ અને મનિષ પાંડેને અજમાવે તેવી પૂરી શક્યતા છે. ખલીલ અહેમદે હોંગકોંગ સામેની પ્રારંભિક મેચમાં પ્રભાવશાળી દેખાવ કરતાં 10 ઓવરમાં 48 રનમાં ૩ વિકેટ ઝડપી હતી.
6/7
ઈંગ્લેન્ડ પ્રવાસમાં સાધારણ દેખાવ કરનારા શિખર ધવને એશિયા કપમાં પ્રભાવશાળી દેખાવ કરતા 4 ઇનિંગ્સમાં 81.75ની એવરેજથી 327 રન નોંધાવ્યા છે, જેમાં બે સદીનો સમાવેશ થાય છે. કેપ્ટન રોહિત શર્મા 4 ઇનિંગ્સમાં 269 રન નોંધાવી ચૂક્યો છે. જોકે ભારતનું મિડલ ઓર્ડર દબાણભરી પરિસ્થિતિમાં કેવો દેખાવ કરી શકે છે તે હજુ માપી શકાયું નથી. મિડલ ઓર્ડરમાં ખાસ કરીને ચોથા સ્થાન માટે સ્પર્ધા છે. જેમાં સ્થાન મેળવવા માટે હાલ મનિષ પાંડે, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક વચ્ચે સ્પર્ધા ચાલી છે. ઈંગ્લેન્ડ પ્રવાસમાં સાધારણ દેખાવ કરનારા શિખર ધવને એશિયા કપમાં પ્રભાવશાળી દેખાવ કરતા 4 ઇનિંગ્સમાં 81.75ની એવરેજથી 327 રન નોંધાવ્યા છે, જેમાં બે સદીનો સમાવેશ થાય છે. કેપ્ટન રોહિત શર્મા 4 ઇનિંગ્સમાં 269 રન નોંધાવી ચૂક્યો છે. જોકે ભારતનું મિડલ ઓર્ડર દબાણભરી પરિસ્થિતિમાં કેવો દેખાવ કરી શકે છે તે હજુ માપી શકાયું નથી. મિડલ ઓર્ડરમાં ખાસ કરીને ચોથા સ્થાન માટે સ્પર્ધા છે. જેમાં સ્થાન મેળવવા માટે હાલ મનિષ પાંડે, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક વચ્ચે સ્પર્ધા ચાલી છે.
7/7
સતત ચોથા વિજય સાથે આત્મવિશ્વાસથી સભર થયેલી ભારતીય ક્રિકેટ ટીમ ‘એશિયા કપ-2018’માં આજે અફઘાનિસ્તાન સામે લીગ રાઉન્ડની અંતિમ મેચમાં ટકરાશે. ભારતીય ક્રિકેટ ટીમે અગાઉ જ ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે જ્યારે સતત બે મેચમાં પરાજય સાથે અફઘાનિસ્તાનના પડકારનો અંત આવ્યો છે. આમ, ભારત અને અફઘાનિસ્તાનનો આજનો મુકાબલો ઔપચારિક બની રહેશે.