રોહિતના વખાણ કરતાં મેક્સવેલે કહ્યું કે, વિરોધી ટીમ દ્વારા જ્યારે તેના પર દબાણ ઊભું કરવામાં આવે છે ત્યારે તે કુલ માઈન્ડથી રમે છે. મેદાનમાં પણ રિલેક્સ થઈને બેટિંગ કરે છે અને કુલ રહે છે. તેથી તેના પર બીજી કોઈ વસ્તુઓની ખાસ અસર થતી નથી. જ્યારે તે બેટિંગ કરતો હોય ્તયારે તે માનસિક રીતે શાંત રહે છે. એ જ તેની તાકાત છે.
2/3
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયના સુપરસ્ટાર બેટ્સમેન રોહિત શર્માની બેટિંગથી શિશ્વના દિગ્ગજ બોલરોના પણ પસીના છૂટી જાય છે. ઓસ્ટ્રેલિયા પ્રાવસ પર પણ રોહિત શર્મા પાસે લોકોને અનેક આશા છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પણ હાલમાં રોહિતથી ડરેલી જોવા મળી રહી છે. 21 નવેમ્બરે બન્ને વચ્ચે પ્રથમ ટી20 મેચ રમાશે ત્યારે ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે રોહિત શર્માના ખૂબ વખાણ કર્યા છે.
3/3
ગ્લેન મેક્સવેલે કહ્યું કે, રોહિત તાકાત વગરના શોટ રમે છે. એવું લાગે છે કે, તેને સોટ મારવામાં બીજા ખેલાડીઓની તુલનામાં વધારે સમય લાગે છે. તેને બેટિગં કરતાં જોતા આનંદ આવે છે. રોહિતે છેલ્લા કેટલાક વર્ષોમાં મર્યાદિત ઓવરના ક્રિકેટ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે સ્પીન અને ફાસ્ટ બોલ બન્નેની સામે સારું રમી શકે છે. તે ધારે તે દિશામાં લાંબા શોટ ફટકારી શકે છે.