શોધખોળ કરો
India vs England: પ્રથમ ટેસ્ટ પહેલા ભારતને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર બોલ થયો ઈજાગ્રસ્ત

1/4

અશ્વિન સિવાય ભારત પાસે રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવના રૂપમાં બે સ્પેશ્યાલિસ્ટ સ્પિનર છે. જોકે અનુભવની બાબતે અશ્વિન બંને પર ભારે પડે છે. બોલિંગમાં તો બરાબર પણ છેલ્લા કેટલાક વર્ષોમાં અશ્વિને બેટિંગમાં ભારત તરફથી ઘણા રન બનાવ્યા છે.
2/4

ટીમના ફિઝીયોએ અશ્વિનની ઈજાને ગંભીર ગણાવી નથી. તે પ્રેક્ટિસ મેચના બીજા દિવસે લંચ બ્રેકમાં થોડો સમય નેટ્સમાં બોલિંગ કરતા જોવા મળ્યો હતો. રિપોર્ટ પ્રમાણે પ્રથમ ટેસ્ટમાં તે રમશે કે નેહીં હજુ નક્કી નથી. જો અશ્વિનની ઈજા ગંભીર હશે તો ભારતને માટે મોટો ફટકો પડશે. કારણ કે તે બોલિંગ અને બેટિંગ બંનેમાં ટીમને ઉપયોગી બને છે.
3/4

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના પ્રવાસ પર ગયેલ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે. પહેલા જસપ્રીત બુમરાહ અને ત્યાર બાદ ભુવનેશ્વર કુમારને થયેલ ઇજા બાદ ટીમ મેનેજમેન્ટ તેના વગર જ રમવાની રણનીતિ બનાવવામં લાગ્યું છે ત્યારે હવે ફિરકી બોલર આર અશ્વિન પણ ઘાયલ થઈ ગયા છે.
4/4

એસેસ્કસ વિરૂદ્ધ ત્રણ દિવસીય મેચના બીજા દિવસે અશ્વિનને પ્રોક્ટિસ દરમિયાન જ હાથમાં ઇજા થઈ હતી. ત્યાર બાદ દિવસ દરમિયાન તે ફીલ્ડિંગ કરવા ઉતર્યા ન હતા. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 1 ઓગસ્ટથી પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થશે.
Published at : 28 Jul 2018 08:01 AM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
ગુજરાત
ગુજરાત
Advertisement