PBKS vs DC: બોલરોના દમ પર દિલ્હી કેપિટલ્સ જીત્યું, પંજાબ કિંગ્સનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું તુટ્યું!
IPL 2022 ની 64મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી.
![PBKS vs DC: બોલરોના દમ પર દિલ્હી કેપિટલ્સ જીત્યું, પંજાબ કિંગ્સનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું તુટ્યું! Delhi Capitals Beat Punjab Kings By 17 Runs Dc Playoff Hopes Alive Ipl 2022 Dc Vs Pbks Highlights PBKS vs DC: બોલરોના દમ પર દિલ્હી કેપિટલ્સ જીત્યું, પંજાબ કિંગ્સનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું તુટ્યું!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/16/8c74ea6984f7153f6829e209396c1aff_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Punjab Kings vs Delhi Capitals: IPL 2022 ની 64મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 17 રનથી હરાવ્યું હતું. આ સિઝનમાં 13 મેચમાં દિલ્હીની આ સાતમી જીત છે. પંજાબને હરાવીને દિલ્હીએ પ્લેઓફમાં પહોંચવાની તેની આશા જીવંત રાખી છે. આ સાથે જ પંજાબ કિંગ્સની 13 મેચમાં આ સાતમી હાર છે. આ હાર સાથે તેનું ટોપ 4માં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. હાલ દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર આવી ગઈ છે.
પ્રથમ રમત રમીને દિલ્હી કેપિટલ્સે મિશેલ માર્શની 63 રનની ઇનિંગનની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 159 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સની ટીમ નિર્ધારિત ઓવરમાં 9 વિકેટે 142 રન જ બનાવી શકી હતી. દિલ્હી તરફથી શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ અને કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી હતી. શાર્દુલે પોતાની ચાર ઓવરમાં 36 રન આપીને 4 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે તેની ચાર ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. બીજી તરફ કુલદીપ યાદવે ત્રણ ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
160 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમના ઓપનર બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોની બેયરસ્ટોએ 15 બોલમાં 28 રનની તોફાની ઈનિંગ રમી હતી. જ્યારે શિખર ધવન 16 બોલમાં 19 રન કરી શક્યો હતો. ત્યાર બાદ પંજાબ કિંગ્સની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી અને દિલ્હીના બોલર હાવી થઈ ગયા હતા. કેપ્ટન મયંક અગ્રવાલ શૂન્ય રન બનાવીને આઉટ થઈ ગયો હતો. લિવિંગસ્ટોન પણ આ મેચમાં ખાસ કંઈ રમીના શક્યો અને 3 રન બનાવીને પવેલીયન ભેગો થયો હતો. ત્યાર બાદ જીતેશ શર્મા અને રાહુલ ચાહરે બાજી સંભાળી હતી. શર્માએ 34 બોલમાં 44 રનની તોફાની ઈનિંગ રમી હતી. રાહલુ ચાહર પણ 24 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. આમ 20 ઓવરના અંતે પંજાબ કિંગ્સ 9 વિકેટે 142 રન બનાવી શકી હતી.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા દિલ્હીના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર અને સરફરાઝ ખાન આવ્યા હતા. લિવિંગસ્ટોને તોફાની બેટ્સમેન વોર્નરને પહેલા જ બોલ પર આઉટ કર્યો હતો. જો કે આ પછી સરફરાઝ ખાન અને મિશેલ માર્શે પંજાબના બોલરોને ધોવાનું શરુ કર્યું હતું.
દિલ્હીનો સ્કોર 5 ઓવરમાં 50ને પાર કરી ગયો હતો. જોકે છઠ્ઠી ઓવરમાં વિસ્ફોટક બેટિંગ કરી રહેલો સરફરાઝ આઉટ થયો હતો. તેણે 16 બોલમાં 5 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 32 રન બનાવ્યા હતા. તેના પછી લલિત યાદવ ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. અહીંથી દિલ્હીની રન બનાવવાની ગતિ ધીમી પડી ગઈ હતી. લલિતે 21 બોલમાં એક ફોર અને એક સિક્સરની મદદથી 24 રન બનાવ્યા હતા. આ પછી લિયામ લિવિંગસ્ટોને દિલ્હીને બેકફૂટ પર ધકેલી દીધું. આ દરમિયાન રિષભ પંત 07 અને રોવમેન પોવેલ 02 રન બનાવીને આઉટ થયો હતો. આમ 20 ઓવરના અંતે દિલ્હીની ટીમ 7 વિકેટે 159 રન બનાવી શકી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)