(Source: ECI/ABP News/ABP Majha)
LSG vs DC: રોમાંચક મેચમાં લખનઉએ બાજી મારી સિઝનની 7મી મેચ જીતી, દિલ્હીને 6 રનથી હરાવ્યું
આજની મેચમાં લખનઉ સુપર જાયંટ્સે સાતમી જીત મેળવી લીધી છે. લખનઉએ આ મેચ 6 રનથી જીતી લીધી છે. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમ 7 વિકેટ ગુમાવીને 189 રન બનાવી શકી હતી.
IPL 2022: આઈપીએલ 2022માં 45મી મેચમાં આજે લખનઉ સુપર જાયંટ્સ (Lucknow Super Giants) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે રમાઈ. આ મેચમાં લખનઉ સુપર જાયંટ્સે સાતમી જીત મેળવી લીધી છે. લખનઉએ આ મેચ 6 રનથી જીતી લીધી છે. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમ 7 વિકેટ ગુમાવીને 189 રન બનાવી શકી હતી.
દિલ્હીના બેટ્સમેન થયા ફેલઃ
196 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમનો ઓપનર શો માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ વોર્નર પણ કોઈ ચમત્કાર બતાવી શક્યો ન હતો અને 3 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ માર્શ અને પંતે ટીમની કમાન સંભાળી અને સ્કોરને આગળ વધાર્યો. આજની મેચમાં માર્શ ફરી પોતાના ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે 20 બોલમાં 37 રન બનાવ્યા હતા. તેના આઉટ થયા બાદ લલિત યાદવ પણ ત્રણ રન બનાવીને પરત ફર્યો હતો.
4 વિકેટ પડ્યા બાદ પંત અને પોવેલે સ્કોર આગળ વધાર્યો હતો. બંનેએ ટીમનો સ્કોર 120 સુધી પહોંચાડ્યો હતો. આ દરમિયાન પંત 44 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ એક્સર અને રોવમેન પોવેલે સ્કોર આગળ ધપાવ્યો હતો. જો કે, પોવેલ પણ વધુ રન કરી શક્યો ન હતો અને ટૂંક સમયમાં આઉટ થઈ ગયો હતો. તેના આઉટ થયા બાદ અક્ષરે પટેલે પોતાની વિકેટ ટકાવી હતી પરંતુ બીજા છેડેથી સતત વિકેટો પડી રહી હતી. જેના કારણે દિલ્હીની ટીમ 7 વિકેટે 189 રન બનાવી શકી હતી.
રાહુલ અને હુડ્ડાએ તેમની ક્ષમતા બતાવી:
અગાઉ કેપ્ટન કે.એલ. રાહુલ (77) અને દીપક હુડા (52)ની વિસ્ફોટક બેટિંગના કારણે, વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2022ની 45મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 196 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લખનઉએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ ઝડપી હતી.