(Source: ECI/ABP News/ABP Majha)
GT vs DC: હાર બાદ ગુસ્સે ભરાયેલા હાર્દિકે કોણે ઝાટકી નાંખ્યા, હાર માટે શું આપ્યું કારણ, જાણો
ગુજરાતનો કેપ્ટન હાર્દિક પંડ્યા દિલ્હી કેપિટલ્સ મળેલી લૉ સ્કોરિંગ મેચમાં હારને પચાવી શક્યો ન હતો. તે ટીમના બેટ્સમેનોના પ્રદર્શનથી ખુબ નારાજ હતો અને ગુસ્સે ભરાયો હતો.
Gujarat Titans vs Delhi Capitals IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલે બીજી વધુ એક લૉ સ્કૉરિંગ મેચ જોવા મળી, આ મેચમાં હાર્દિક પંડ્યાની ટીમને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો હતો, આ વખતે ટૉપની ગુજરાતની ટીમને તળીયાની દિલ્હીની ટીમે હારનો સ્વાદ ચખાડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ લૉ સ્કૉરિંગ મેચમાં ભારે ઉત્તેજના બાદ ગુજરાતની હાર થઇ હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 8 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી જીતે માટે મળેલા 131 રનના લક્ષ્યાંકને ગુજરાતની ટીમ હાંસલ કરવા મેદાનમાં ઉતરી હતી, પરંતુ ગુજરાતની ટીમ 6 વિકેટો ગુમાવીને માત્ર 125 રન જ બનાવી શકી હતી. આ રીતે દિલ્હીએ આ મેચમાં ગુજરાતને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં હાર બાદ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ખુબ ગુસ્સે ભરાયો હતો, અને તેને પોતાના બેટ્સમેનોને મેદાન પર જ ઝાટકી નાંખ્યા હતા.
બેટ્સમેનો પર ભડક્યો હાર્દિક પંડ્યા -
ગુજરાતનો કેપ્ટન હાર્દિક પંડ્યા દિલ્હી કેપિટલ્સ મળેલી લૉ સ્કોરિંગ મેચમાં હારને પચાવી શક્યો ન હતો. તે ટીમના બેટ્સમેનોના પ્રદર્શનથી ખુબ નારાજ હતો અને ગુસ્સે ભરાયો હતો. મેચ બાદ તેને આ અંગે કહ્યું, 'મેં મેચ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યો. આ મારા માટે દુઃખદાયક છે. અમને આશા હતી કે વચ્ચેની કેટલીક ઓવરોમાં વધુ રન ફટકારીશું, પરંતુ અમે ફોર્મ મેળવી શક્યા નહીં. મને નથી લાગતું કે પીચની આમાં કોઈ ભૂમિકા હતી. તે થોડી ધીમી હતી. અમને અહીં રમવાની આદત નથી. પરંતુ દિલ્હી કેપિટલ્સે સારી બૉલિંગ કરી હતી. અમે શરૂઆતમાં વિકેટો ગુમાવી દીધી હતી, જેથી અમારે સમય વધુ સમય લેવો પડ્યો હતો. જો તમે વિકેટો ગુમાવતા રહેશો તો જીતનો ઈરાદો જાળવી રાખવો મુશ્કેલ છે.
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ વધુમાં કહ્યું કે, મને લાગે છે કે બેટ્સમેનોએ અમને નિરાશ કર્યા છે. મને નથી લાગતું કે બૉલથી કંઇક ખાસ થઇ શક્યુ હોત. મોહમ્મદ શમીમાં સ્કીલ્સ છે જેના કારણે તે વધુ વિકેટો લેવામાં સફળ રહ્યો હતો. ખાસ કરીને આ પીચ ફાસ્ટ બૉલરો માટે કંઈ ખાસ મદદ નથી આપતી. શમીએ જે રીતે મેચમાં 4 વિકેટો ઝડપી છે, તેનો શ્રેય તેને પુરેપુરો જાય છે. મેં કહ્યું એ રીતે બેટ્સમેનોએ અમને નિરાશ કર્યા છે, કારણ કે હું આ મેચ પુરી કરી શક્યો હોત, જોકે, હજુ આગળની મેચો રમવાની બાકી છે. અમે આ મેચમાંથી શીખીશું અમે આગળ વધવા પ્રયાસ કરીશું. અમે આવી સ્થિતિમાં ઘણી મેચ જીતી છે. અમે હજુ પણ પૉઈન્ટ ટેબલમાં ટોચ પર છીએ.