2012માં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટમાં ડેબ્યૂ કરનારા ટેલરના નામે 7 ટેસ્ટ મેચમાં 312 રન જ્યારે 27 વન-ડેમાં 887 રન છે. તેણે વન-ડેમાં 42ની એવરેજથી 1 સદી અને 7 અર્ધસદી સાથે રન બનાવ્યા છે.
2/4
સિલેક્ટર બન્યા બાદ ટેલરે કહ્યું કે, આ એક મહત્વની ભૂમિકા છે. આ પદ પર પસંદ થયા બાદ હું ગૌરવ અનુભવી રહ્યો છું. મને હંમેશાં ક્રિકેટ પ્રત્યે પ્રેમ રહ્યો છે. હું મારી ઉર્જા અને અનુભવનો ટીમના હિતમાં ઉપયોગ કરીશ.
3/4
મીડિયા અહેવાલ અનુસાર ટેલર મુખ્ય સિલેક્ટર સ્મિથ સાથે ટીમના સારા ભવિષ્ય માટે કામ કરશે. ટેલરને આ જવાબદારી એપ્રિલમાં પોતાનું પદ છોડનારા જેમ્સ વ્હાઈટેકરનું સ્થાન મળ્યું છે. આ પસંદગી સમિતિમાં ઈંગ્લેન્ડના કોચ ટ્રેવર બેલિસ પણ શામેલ છે.
4/4
નવી દિલ્હીઃ પૂર્વ બેટ્સમેન જેમ્સ ટેલરને ઇંગ્લેન્ડનો સિલેક્ટર બનાવવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)એ શુક્રવારે તેની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેમ્સ ટેલરને બે વર્ષ પહેલા હૃદયની બીમારીને કારણે નિવૃત્તી લેવી પડી હતી.