Paris Olympics 2024: ઓલિમ્પિક ગેમ્સમાં આ દેશોએ જીત્યા છે સૌથી વધુ મેડલ, જાણો ટૉપ-5 દેશ વિશે
Olympics: શું તમે જાણો છો કે ઓલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં કયા દેશે સૌથી વધુ ગૉલ્ડ મેડલ જીત્યા છે? સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ કયા દેશના નામે છે? વાસ્તવમાં આ યાદીમાં અમેરિકા ટોચ પર છે
Most Medals In Olympics History: શું તમે જાણો છો કે ઓલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં કયા દેશે સૌથી વધુ ગૉલ્ડ મેડલ જીત્યા છે? સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ કયા દેશના નામે છે? વાસ્તવમાં આ યાદીમાં અમેરિકા ટોચ પર છે. ઓલિમ્પિક ઈતિહાસમાં મેડલ જીતવાની બાબતમાં અમેરિકાની આજુબાજુમાં પણ કોઇ નથી દેખાતુ. ઓલિમ્પિક ગેમ્સમાં સૌથી વધુ 1065 ગૉલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ અમેરિકાના નામે છે. 1 હજારથી વધુ ગૉલ્ડ મેડલ જીતનારું અમેરિકા એકમાત્ર દેશ છે. આ સિવાય અમેરિકાએ 835 સિલ્વર અને 738 બ્રૉન્ઝ મેડલ જીત્યા છે. આ રીતે અમેરિકાએ કુલ 2638 મેડલ જીત્યા છે.
ઓલિમ્પિક ઇતિહાસમાં આ દેશોનો રહ્યો છે દબદબો -
સોવિયત સંઘ આ યાદીમાં બીજા સ્થાને છે. સોવિયેત સંઘે ઓલિમ્પિક ઈતિહાસમાં 395 ગૉલ્ડ મેડલ સહિત 1010 મેડલ જીત્યા છે. યૂનાઇટેડ સ્ટેટ્સ અને સોવિયત યૂનિયન પછી ગ્રેટ બ્રિટન ત્રીજા સ્થાને છે. અત્યાર સુધી ગ્રેટ બ્રિટન 285 ગૉલ્ડ મેડલ સાથે ઓલિમ્પિક ગેમ્સમાં ત્રીજા સ્થાને છે. 285 ગૉલ્ડ મેડલ ઉપરાંત ગ્રેટ બ્રિટને 918 મેડલ જીત્યા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ દેશની વસ્તી માત્ર 7 કરોડ છે, પરંતુ ઓલિમ્પિક ગેમ્સમાં પ્રભુત્વ જોવા મળ્યું છે.
આ દેશો પછી ચીન ચોથા સ્થાને છે. ઓલિમ્પિક ઈતિહાસમાં અત્યાર સુધીમાં ચીને 262 ગૉલ્ડ મેડલ જીત્યા છે. આ પછી ફ્રાન્સ પાંચમા સ્થાને છે. ઓલિમ્પિક ઈતિહાસમાં ફ્રાન્સના ખેલાડીઓએ 223 ગૉલ્ડ મેડલ જીત્યા છે. આ રીતે અમેરિકા સિવાય જે દેશોએ ઓલિમ્પિકમાં સૌથી વધુ ગૉલ્ડ મેડલ જીત્યા છે તેમાં સોવિયત યૂનિયન, ગ્રેટ બ્રિટન, ચીન અને ફ્રાન્સનો સમાવેશ થાય છે.
ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં કેટલા મેડલ જીત્યા છે?
ભારતે 1900માં પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. ત્યારથી ભારતે 24 ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો છે. આ સમયગાળા દરમિયાન ભારતે કુલ 35 મેડલ જીત્યા છે. દરમિયાન ભારતે 10 ગોલ્ડ, 9 સિલ્વર મેડલ અને 16 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ગત વખતે ભારતે ટોક્યો ઓલિમ્પિક 2020માં 7 મેડલ જીત્યા હતા અને તે સમયે ભારત માટે એકમાત્ર ગોલ્ડ મેડલ નીરજ ચોપરાએ જીત્યો હતો.
કયા ભારતીય ખેલાડીઓએ ક્યારે મેડલ જીત્યા?
નોર્મન પ્રિચર્ડ: સિલ્વર મેડલ - મેન્સ 200 મીટર (પેરિસ ઓલિમ્પિક 1900)
નોર્મન પ્રિચર્ડ: સિલ્વર મેડલ - 200 મીટર હર્ડલ્સ (પેરિસ ઓલિમ્પિક 1900)
ભારતીય હૉકી ટીમ: ગોલ્ડ મેડલ - મેન્સ હોકી (એમ્સ્ટર્ડમ ઓલિમ્પિક 1928)
ભારતીય હૉકી ટીમ: ગોલ્ડ મેડલ - મેન્સ હોકી (લોસ એન્જલસ ઓલિમ્પિક 1932)
ભારતીય હૉકી ટીમ: ગોલ્ડ મેડલ - મેન્સ હોકી (બર્લિન ઓલિમ્પિક 1936)
ભારતીય હૉકી ટીમ: ગોલ્ડ મેડલ - મેન્સ હોકી (લંડન ઓલિમ્પિક 1948)
ભારતીય હોકી ટીમ: ગોલ્ડ મેડલ - મેન્સ હોકી (હેલસિંકી ઓલિમ્પિક 1952)
કેડી જાધવ: બ્રોન્ઝ મેડલ - પુરુષોની બેન્ટમવેટ કુસ્તી (હેલસિંકી ઓલિમ્પિક 1952)
ભારતીય હોકી ટીમ: ગોલ્ડ મેડલ - મેન્સ હોકી (મેલબોર્ન ઓલિમ્પિક 1956)
ભારતીય હોકી ટીમ: સિલ્વર મેડલ - મેન્સ હોકી (રોમ ઓલિમ્પિક 1960)
ભારતીય હોકી ટીમ: ગોલ્ડ મેડલ - મેન્સ હોકી (ટોક્યો ઓલિમ્પિક 1964)
ભારતીય હોકી ટીમ: બ્રોન્ઝ મેડલ - મેન્સ હોકી (મેક્સિકો સિટી ઓલિમ્પિક 1968)
ભારતીય હોકી ટીમ: બ્રોન્ઝ મેડલ - મેન્સ હોકી (મ્યુનિક ઓલિમ્પિક 1972)
ભારતીય હોકી ટીમ: ગોલ્ડ મેડલ - મેન્સ હોકી (મોસ્કો ઓલિમ્પિક 1980)
લિએન્ડર પેસ: બ્રોન્ઝ મેડલ - મેન્સ સિંગલ્સ ટેનિસ (એટલાન્ટા ઓલિમ્પિક 1996)
કર્ણમ મલ્લેશ્વરી: બ્રોન્ઝ મેડલ - મહિલાઓની 54 કિગ્રા વેઈટલિફ્ટિંગ (સિડની ઓલિમ્પિક 2000)
રાજ્યવર્ધન સિંહ રાઠોડ: સિલ્વર મેડલ - મેન્સ ડબલ ટ્રેપ શૂટિંગ (એથેન્સ ઓલિમ્પિક 2004)
અભિનવ બિન્દ્રા: ગોલ્ડ મેડલ – પુરુષોની 10 મીટર એર રાઈફલ શૂટિંગ (બેઇજિંગ ઓલિમ્પિક 2008)
વિજેન્દર સિંહ: બ્રોન્ઝ મેડલ - મેન્સ મિડલવેટ બોક્સિંગ (બેઇજિંગ ઓલિમ્પિક 2008)
સુશીલ કુમાર: બ્રોન્ઝ મેડલ - પુરુષોની 66 કિગ્રા કુસ્તી (બેઇજિંગ ઓલિમ્પિક 2008)
સુશીલ કુમાર: સિલ્વર મેડલ - પુરુષોની 66 કિગ્રા કુસ્તી (લંડન ઓલિમ્પિક 2012)
વિજય કુમાર: સિલ્વર મેડલ - પુરુષોની 25 મીટર રેપિડ પિસ્તોલ શૂટિંગ (લંડન ઓલિમ્પિક 2012)
સાયના નેહવાલ: બ્રોન્ઝ મેડલ - મહિલા સિંગલ્સ બેડમિન્ટન (લંડન ઓલિમ્પિક 2012)
મેરી કોમ: બ્રોન્ઝ મેડલ - મહિલા ફ્લાયવેટ બોક્સિંગ (લંડન ઓલિમ્પિક 2012)
યોગેશ્વર દત્ત: બ્રોન્ઝ મેડલ - પુરુષોની 60 કિગ્રા કુસ્તી (લંડન ઓલિમ્પિક 2012)
ગગન નારંગ: બ્રોન્ઝ મેડલ - પુરુષોની 10 મીટર એર રાઈફલ શૂટિંગ (લંડન ઓલિમ્પિક 2012)
પીવી સિંધુ: સિલ્વર મેડલ - મહિલા સિંગલ્સ બેડમિન્ટન (રિઓ ઓલિમ્પિક 2016)
સાક્ષી મલિક: બ્રોન્ઝ મેડલ - મહિલાઓની 58 કિગ્રા કુસ્તી (રિઓ ઓલિમ્પિક 2016)
મીરાબાઈ ચાનુ: સિલ્વર મેડલ – મહિલાઓની 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ (ટોક્યો ઓલિમ્પિક 2020)
લોવલિના બોર્ગોહેન: બ્રોન્ઝ મેડલ – મહિલા વેલ્ટરવેટ બોક્સિંગ (ટોક્યો ઓલિમ્પિક 2020)
પીવી સિંધુ: બ્રોન્ઝ મેડલ - મહિલા સિંગલ્સ બેડમિન્ટન (ટોક્યો ઓલિમ્પિક 2020)
રવિ કુમાર દહિયા: સિલ્વર મેડલ - પુરુષોની 57 કિગ્રા કુસ્તી (ટોક્યો ઓલિમ્પિક 2020)
ભારતીય હોકી ટીમ: બ્રોન્ઝ મેડલ - મેન્સ હોકી (ટોક્યો ઓલિમ્પિક 2020)
બજરંગ પુનિયા: બ્રોન્ઝ મેડલ - પુરુષોની 65 કિગ્રા કુસ્તી (ટોક્યો ઓલિમ્પિક 2020)
નીરજ ચોપરા: ગોલ્ડ મેડલ – મેન્સ જેવલિન થ્રો (ટોક્યો ઓલિમ્પિક 2020)
ઓલિમ્પિક ઈતિહાસમાં સૌથી વધુ મેડલ જીતનાર ટોચના ખેલાડીઓ
અમેરિકન સ્વિમર માઈકલ ફેલ્પ્સે ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી વધુ મેડલ જીત્યા છે. તેના નામે 28 મેડલ નોંધાયેલા છે. આ દરમિયાન તેણે 23 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સાથે તે એક જ ઓલિમ્પિકમાં 8 ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ અને એકમાત્ર ખેલાડી છે. આ સાથે અમેરિકા સૌથી વધુ મેડલ જીતનાર દેશ છે. વ્યક્તિગત મેડલ વિજેતાઓમાં સોવિયેત જિમ્નાસ્ટ ખેલાડી લારિસા લેટિનીના બીજા ક્રમે છે. તેના નામે કુલ 18 મેડલ છે. સૌથી વધુ મેડલ જીતનાર ખેલાડીઓમાં નોર્વેની મેરિટ બ્યોર્ગેન ત્રીજા સ્થાને છે. તેના નામે કુલ 15 મેડલ નોંધાયેલા છે.