ફોલોઓન થયા બાદ ન્યૂઝીલેન્ડે બીજી ઈનિંગ્સમાં 2 વિકેટે 131 રન નોંધાવ્યા હતા. આમ, ઈનિંગ્સ પરાજયને ટાળવા ન્યૂઝીલેન્ડને હજુ 197 રન કરવાના છે. યાસિર શાહે યુએઇ ખાતે ટેસ્ટ ક્રિકેટમાં 100 વિકેટ પણ પૂરી કરી હતી.
2/4
યાસિર શાહે 8માંથી 7 વિકેટ 27 બોલમાં ઝડપી લીધી હતી. આ ઉપરાંત 41 રનમાં 8 વિકેટ સાથે યાસિરે પાકિસ્તાન માટે ત્રીજું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કર્યું હતું. 59 રનમાં 9 વિકેટ સાથે અબ્દુલ કાદિર પાકિસ્તાન માટે એક ઈનિંગ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ ધરાવે છે.
3/4
આ સાથે એક જ ઈનિંગ્સમાં સૌથી વધુ બેટ્સમેન શૂન્યમાં આઉટ થવાનો અણગમતો રેકોર્ડ પણ ન્યૂઝીલેન્ડે પોતાને નામે કર્યો છે. ન્યૂઝીલેન્ડના ચોથા ક્રમથી 11 ક્રમના બેટ્સમેનોએ કુલ પાંચ રનનું યોગદાન આપ્યું હતું. જેમાં 8માંથી 6 બેટ્સમેન તો શૂન્ય રને આઉટ થયા હતા.
4/4
પાકિસ્તાનના લેગ સ્પિનર યાસિર શાહે તરખાટ મચાવતા પ્રથમ ઈનિંગ્સમાં 8 અને બીજી ઇનિંગ્સમાં 2 એમ એક જ દિવસમાં 10 વિકેટ ઝડપવાનું કારનામું કર્યું હતું. પ્રથમ ઈનિંગ્સમાં પાકિસ્તાનના 5 વિકેટે 418ના સ્કોર સામે ન્યૂઝીલેન્ડનો સ્કોર 27 ઓવરમાં 1 વિકેટે 61 હતો. યાસિર શાહ ત્રાટકતાં ન્યૂઝીલેન્ડે 8.3 ઓવરમાં 29 રનમાં બાકીની 9 વિકેટ ગુમાવી દીધી હતી. પ્રથમ ઇનિંગ્સમાં ન્યૂઝીલેન્ડના 6 બેટ્સમેન શૂન્ય રનમાં જ પેવેલિયન પરત ફર્યાં હતાં.