શોધખોળ કરો
પંતે ધોનીને આ મામલે પછાડીને ટેસ્ટ મેચોમાં બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જાણો વિગતે
કેચ પકડવાની સાથે જ પંતે 50 કેચ પકડી લીધા, આ કારનામુ તેને માત્ર 11 ટેસ્ટ મેચમાં જ કર્યુ છે, જોકે, ધોનીએ આ આટલા પકડવા માટે 15 ટેસ્ટ મેચો રમી હતી

Created with GIMP
નવી દિલ્હીઃ ભારતીય ટીમના યુવા વિકેટકીપર ઋષભ પંતે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ સીરીઝમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, પંતે ધોનીને સ્ટમ્પની પાછળ સૌથી ઝડપી કેચ પકડવાની બાબલે પાછળ પાડી દીધો છે. બીજી ટેસ્ટ મેચમાં યુવા વિકેટકીપર પંતે જેવો બ્રેથવેટનો કેચ પકડ્યો, તેવો તેને ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. આ કેચ પકડવાની સાથે જ પંતે 50 કેચ પકડી લીધા, આ કારનામુ તેને માત્ર 11 ટેસ્ટ મેચમાં જ કર્યુ છે, જોકે, ધોનીએ આ આટલા પકડવા માટે 15 ટેસ્ટ મેચો રમી હતી.
ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઇન્ડિઝ સામેની આ ટેસ્ટ સીરીઝમાં આ પહેલા ઇશાંત શર્માએ પણ ઇતિહાસ રચી દીધો, તે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ વિકેટ લેતા જ એશિયાના સૌથી સક્સેસ બૉલર બની ગયો હતો. શર્માએ ઓલરાઉન્ડર કપિલ દેવનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો હતો.

વધુ વાંચો