ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતની જીત થયાના ગણતરીના કલાકોમાં જ રોહિત શર્મા પિતા બન્યો હોવાના સમાચાર મળતાં સ્વદેશ પરત ફર્યો હતો.
2/3
મુંબઈઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને વન ડે તથા T20ના વાઇસ કેપ્ટન રોહિત શર્મા તાજેતરમાં જ પિતા બન્યો છે. હાલ તે ક્રિકેટના મેદાનથી દૂર પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો છે. રોહિત શર્માની પત્ની રીતિકાએ થોડા દિવસો પહેલા જ દીકરીને જન્મ આપ્યો છે.
3/3
રોહિત શર્માએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જેમાં તે પત્ની તથા દીકરી સાથે જોવા મળી રહ્યો છે. આ તસવીરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. રોહિતે દીકરીનું નામ પણ નક્કી કરી લીધું હોય તેમ આ તસવીર પરથી લાગી રહ્યું છે. રોહિતે આ પોસ્ટના કેપ્શનમાં બેબી સમાયરા લખ્યું છે. ‘સ’ અક્ષર કુંભ રાશીમાં આવે છે.