શોધખોળ કરો
વોર્નર-સ્મિથનું ઓસ્ટ્રેલિયાની ટીમમાં ન હોવું રોહિત અને વિરાટનું ટીમ ઈન્ડિયામાં ન હોવા બરાબર, જાણો વિગત

1/6

ભારતીય ટીમ અત્યાર સુધીમાં 11 વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી રમી ચુક્યું છે. જેમાં આઠ વખત હાર થઈ છે, જ્યારે ત્રણ સીરિઝ સરભર રહી છે. બંને ટીમ વચ્ચે ઓસ્ટ્રેલિયામાં 2014-15માં ચાર મેચની શ્રેણી રમાઈ હતી. જેમાં યજમાન ટીમનો 2-0થી શ્રેણી વિજય થયો હતો.
2/6

ગાંગુલીએ એક કાર્યક્રમમાં કહ્યું કે, આ ભારતીય ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ન હોવા બરાબર છે. આ એક મોટો મુદ્દો છે. ભારતીય ક્રિકેટ માટે આ શ્રેષ્ઠ ક્ષણ છે. તેમની પાસે ઓસ્ટ્રેલિયાને હરાવવોનો સોનેરી મોકો છે. દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ પ્રવાસમાં કારમી હાર બાદ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા પાસે ઓસ્ટ્રેલિયામાં તેની પ્રતિષ્ઠા બચાવવાનો મોકો છે.
3/6

ભારત ઓસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટની શ્રેણી રમશે. પ્રથમ ટેસ્ટ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે.
4/6

નવી દિલ્હીઃ વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા પાસે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે હરાવવાનો સોનેરી મોકો હોવાનું ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ જણાવ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સ્મિથ, વોર્નર અને કેમરુન બેનક્રોફ્ટ પર લાગેલા પ્રતિબંધ અંગે આગામી સપ્તાહે નિર્ણય કરી શકે છે પરંતુ આ ત્રણેય ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જલ્દી વાપસી માટે તૈયાર નથી.
5/6

ભારતીય ટીમ 2000 બાદ ઓસ્ટ્રેલિયામાં માત્ર એક જ ટેસ્ટ મેચ જીતી શક્યું છે. ભારતે 2008માં અહીં ટેસ્ટ મેચ જીતી હતી. છેલ્લા 10 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં એક પણ ટેસ્ટ ટીમ ઈન્ડિયાએ જીતી નથી.
6/6

ગાંગુલીએ એમ પણ જણાવ્યું કે, મેં ઈંગ્લેન્ડમાં જોયું કે ભારતીય બોલરોએ લગભગ દરેક ટેસ્ટમાં 20 વિકેટ ખેરવી છે. પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ તેના ઘરઆંગણે એક અલગ જ પ્રકારની ટીમ બની જતી હોવાનું તમારે ધ્યાન રાખવું પડશે. અનેક લોકોને વર્તમાન ઓસ્ટ્રેલિયા ટીમ નબળી હોવાનું લાગે છે પરંતુ મને તેમ લાગતું નથી.
Published at : 15 Nov 2018 11:28 AM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement