ગોડાદરા ખાતે બોગસ દસ્તાવેજ બનાવીને જમીન પચાવી પાડવાના કેસમાં સુરતની કરંજ બેઠકના ભાજપના આરોપી ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની ગમે ત્યારે ધરપકડ થશેસ, કેમકે ગુરુવારે કોર્ટે આરોપી દ્વારા કરવામાં આવેલી આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. આ કેસમાં સરકાર પક્ષે એપીપી ડોબરિયાએ દલીલો કરી હતી.
2/5
માહિતી પ્રમાણે, લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની વિગતો મુજબ, ભાજપના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી સહિતના અન્ય 13 આરોપીઓએ મળી ફરિયાદીની ગોડાદરા રે. સરવે. નંબર- 138, 139 અને 140ની ખેતીલાયક જમીન બોગસ પાવર ઓફ એટર્ની કે જેની પર માલિકની સહી પણ ન હતી તે અને બોગસ રજાચિઠ્ઠીના આધારે પચાવી પાડી સોસાયટી બનાવી લીધી હતી.
3/5
કોર્ટેના આદેશ બાદ ગોડાદરાની જમીન હડપ અને છેતપપિંડી કેસમાં સીઆઇડી ક્રાઇમે પણ તપાસ શરૂ કરી હતી. કેસમાં ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી ઉપરાંત ઇશ્વર કલ્યાણ, ગોવિંદ લાડ, સુમન નારણ અને શાંતિલાલ શાહ સહિત કુલ 13 આરોપીઓ છે.
4/5
આ કેસમાં અગાઉ ધરપકડથી બચવા માટે આરોપી અરવિંદ લાડે આગોતરા અરજી કરી હતી. જે કોર્ટે નામંજૂર કરી હતી અને હાલ આ કેસમાં ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની આગોતરા જામીન અરજીને પણ કોર્ટે નામંજૂર કરી છે.
5/5
સુરતઃ ભાજપના વધુ એક ધારાસભ્ય પર કોર્ટે શિકંજો કસ્યો છે. જમીન પચાવી પાડવાના કેસમાં બીજેપી ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે, કોર્ટે આ મુદ્દે પ્રવિણ ઘોઘારીના આગોતરા જામીન અરજીને ફગાવી દીધી છે.