Airtel ની ખાસ ઓફર, આ રાજ્યોના લોકોને ફ્રીમાં મળશે 1.5GB ડેટા અને અનલિમીટેડ કૉલિંગ
Airtel: એરટેલ તેના ગ્રાહકો માટે હંમેશા કોઈને કોઈ નવા પ્લાન અથવા ઓફર આપતું રહે છે. એરટેલ ભારતના અલગ-અલગ વિસ્તારોમાં આફતોથી પ્રભાવિત લોકો માટે કેટલીક ખાસ ઑફર્સ પણ આપે છે
![Airtel ની ખાસ ઓફર, આ રાજ્યોના લોકોને ફ્રીમાં મળશે 1.5GB ડેટા અને અનલિમીટેડ કૉલિંગ Airtel Special Dates Plan Offer News free unlimited data and calling to northeast indian states Airtel ની ખાસ ઓફર, આ રાજ્યોના લોકોને ફ્રીમાં મળશે 1.5GB ડેટા અને અનલિમીટેડ કૉલિંગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/25/8e6dec507281f83d045fc461e39d6a51172458104742877_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Airtel: એરટેલ તેના ગ્રાહકો માટે હંમેશા કોઈને કોઈ નવા પ્લાન અથવા ઓફર આપતું રહે છે. એરટેલ ભારતના અલગ-અલગ વિસ્તારોમાં આફતોથી પ્રભાવિત લોકો માટે કેટલીક ખાસ ઑફર્સ પણ આપે છે. વાસ્તવમાં, એરટેલે આવા કેટલાક પીડિતો માટે 1.5GB ડેટા અને કૉલિંગ લાભો સંપૂર્ણપણે મફત આપવાની જાહેરાત કરી છે. જાણો અહીં આ ધાંસૂ ઓફર વિશે...
એરટેલની ખાસ ઓફર
ખરેખરમાં, ઉત્તર પૂર્વ ભારતના રાજ્યો એટલે કે મણિપુર, મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરાના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવનને ભારે અસર થઈ છે અને અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. આ કારણોસર એરટેલે આ વિસ્તારોના અસરગ્રસ્ત લોકોને રાહત આપવા માટે કેટલીક વિશેષ ઑફર્સ રજૂ કરી છે.
એરટેલે 1.5GB ડેટા અને કૉલિંગ સુવિધા બિલકુલ મફત આપવાની જાહેરાત કરી છે. આ સિવાય એરટેલે પૉસ્ટપેડ ગ્રાહકો માટે રાહતની જાહેરાત પણ કરી છે. કંપનીએ પૉસ્ટપેડ ગ્રાહકો માટે બિલ ચૂકવવાની છેલ્લી તારીખ 30 દિવસ સુધી લંબાવી છે. આનો અર્થ એ છે કે એરટેલ પૉસ્ટપેડ યૂઝર્સ 30 વધારાના દિવસોમાં તેમના બિલની ચૂકવણી કરી શકશે.
ફ્રી ડેટા અને કૉલિંગ
એરટેલની આ ઓફરને કારણે લોકો રિચાર્જની ચિંતા કર્યા વિના તેમના વર્તમાન સ્થાન પરથી કૉલ અથવા ઇન્ટરનેટ દ્વારા તેમના સંબંધીઓ અથવા વહીવટીતંત્ર સાથે કનેક્ટ થઈ શકે છે. આ સુવિધા પ્રીપેડ ગ્રાહકો માટે 4 દિવસ માટે ઉપલબ્ધ રહેશે.
આ સિવાય એરટેલે ત્રિપુરામાં ઇન્ટ્રા-સાઇકલ રૉમિંગ સેવા પણ શરૂ કરી છે. આ સેવા દ્વારા નબળા નેટવર્કના કિસ્સામાં વ્યક્તિ અન્ય નેટવર્ક દ્વારા કૉલ કરી શકે છે. એરટેલની આ તમામ ઑફર્સ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં આપત્તિથી પીડિત લોકોને ઘણી રાહત આપશે.
આ પણ વાંચો
29 ઓગસ્ટે ધૂમ મચાવવા આવી રહ્યો છે Realme 13 5G Series, મળશે પાવરફૂલ પ્રૉસેસર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)