એપલ નવા iPhone માં સિમ માટે લાવી રહી છે ખાસ ટેકનોલૉજી, જાણો ફોનના નામથી લઇને લૉન્ચિંગ સુધી બધુ જ..............
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એપલ લાંબા સમયથી આવી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યું છે,
નવી દિલ્હીઃ સ્માર્ટફોનની દુનિયામાં નવા નવા ફિચર્સ વાળા ફોન હવે લૉન્ચ થઇ રહ્યાં છે. હવે રિપોર્ટ છે કે, સ્માર્ટફોનની દુનિયામાં સિમ કાર્ડ વિનાનો ફોન આવી રહ્યો છે. એટલે કે સ્માર્ટફોનમાંથી મેમરો કાર્ડ હવે ગાયબ થઇ જશે, સિમ કાર્ડની જરૂર નહીં રહે. આ ફોન એપલ લાવી રહી છે. રિપોર્ટ છે કે, એપલ આગામી દિવસોમાં પોતાનો નવી iPhone 15 સીરીઝ લૉન્ચ કરી રહી છે, આ સીરીઝમાં આ લેટેસ્ટ ફિચર હશે. કહેવાઇ રહ્યું છે કે આ આઇફોન આગામી 2023માં લૉન્ચ આવી શકે છે. સિમકાર્ડ વગરના સ્લોટમાં iPhone 15 એ પહેલો ફોન હશે.
એપલ પર ધ્યાન રાખતી એક ફર્મના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે, એક રિપોર્ટ અનુસાર, Apple iPhone 2023ના Pro મોડલ (જેને iPhone 15 Pro કહેવાય છે)માં ફિઝિકલ સિમ કાર્ડ સ્લોટ નહીં હોય અને કનેક્ટિવિટી માટે સંપૂર્ણપણે ઈ-સિમ ટેક્નોલોજી પર નિર્ભર રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એપલ લાંબા સમયથી આવી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યું છે, જેથી કરીને હવે સિમ કાર્ડની જરૂર નહીં પડે. આ માટે કંપનીએ eSIM ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. નવા ફોનમાં બે eSIM નો ઉપયોગ કરી શકાશે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જો એપલ ઈ-સિમ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, તો તે સિરીઝના ફોન વિશ્વના અન્ય દેશોમાં વેચવામાં આવશે નહીં. કારણ કે અત્યારે ઘણા દેશોમાં ઈ-સિમ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો સરળ નથી.
આ પણ વાંચો.........
વધારે સમય ટીવી જોવાથી ગંભીર બ્લડ કોટિંગનું જોખમ 35 ટકા વધી જાય છે
ESIC Bharti 2022 : ESIC માં ધોરણ-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો પગાર-લાયકાત વિશે
IND vs SA 1st ODI: Virat Kohliએ સચિન તેંડુલકરને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો.
ગુજરાતના આ શહેરમાં કોરોનાથી સ્થિતિ વણસી, 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા
Tata Tiago અને Tigor CNG થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત અને કોની સાથે થશે મુકાબલો