Jio ગ્રાહકો માટે ખુશખબરી ! હવે પુરેપુરુ 1 મહિનાનુ મળશે રિચાર્જ, ખતમ થઇ 28 દિવસની ઝંઝટ
જિઓના આ પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસ નહીં પરંતુ પુરેપુરા 30 અને 31 દિવસ એટલે કે એક મહિનાની વેલિડિટી મળશે. જાણો શું છે આ નવા પ્લાનની ખાસિયતો......
Jio Recharge Plan: દેશની સૌથી મોટી ટેલિકૉમ કંપની જિઓ (Reliance Jio) પોતાના ગ્રાહકો માટે એક વધુ ખાસ પ્લાન (Recharge Plan) લઇને આવી છે. જિઓના આ પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસ નહીં પરંતુ પુરેપુરા 30 અને 31 દિવસ એટલે કે એક મહિનાની વેલિડિટી મળશે. જાણો શું છે આ નવા પ્લાનની ખાસિયતો......
ખર્ચવા પડશે માત્ર 259 રૂપિયા -
રિલાયન્સ જિઓના આ પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને 259 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ એક કેલેન્ડર મહિનાની વેલિડિટી વાળો રિચાર્જ પ્લાન છે.
દરરોજ મળશે 1.5 GB ડેટા -
જિઓ કેલેન્ડર મહિનાની વેલિડિટી વાળા પ્રીપેડ પ્લાન લઇને આવનારી પહેલી ટેલિકૉમ કંપની છે. જિઓની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, 259 રૂપિયાની આ રિચાર્જ યોજના 1.5 GB દરરોજ ડેટા અને અનલિમીટેડ કૉલિંગ સુવિધાઓની સાથે આવે છે. આની વેલિડિટી પુરેપુરા એક મહિનાની છે, પછી ભલે મહિનામાં 30 દિવસ હોય કે 31 દિવસ.
એક વર્ષમાં મળશે 12 રિચાર્જ -
કંપનીએ કહ્યું કે આ પ્લાનમાં ગ્રાહકોને એક વર્ષમાં 12 રિચાર્જ કરવા પડશે. આ ઉપરાંત યોજના દર મહિનાની તે જ તારીખે દોહરાવશે, જે તારીખન પર પહેલીવાર રિચાર્જ કરાવ્યુ હોય, વર્ષની શરૂઆતમાં ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઇ)એ દૂરસંચાર કંપનીઓને 30 દિવસની વેલિડિટીની સાથે પ્રીપેડ મોબાઇલ રિચાર્જ યોજના આપવાનુ કહ્યુ હતુ.
આ પણ વાંચો........
રશિયા યૂક્રેનના કીવ-ચર્નિહીવમાંથી સેના ઓછી કરશે, જાણો શું છે યૂક્રેનનો નવો શાંતિ પ્રસ્તાવ
આ ડાયટ રૂટીન ક્યારેય ન અપનાવો થઇ શકે છે સ્વાસ્થ્યને ભારે નુકસાન, જાણો શું છે એક્સ્પર્ટનો મત