(Source: ECI/ABP News/ABP Majha)
હજુ જુની કિેંમતે જ મળી રહ્યો છે BSNLનો આ ધાંસૂ પ્લાન, 110 દિવસની વેલિડિટી, 2GB ડેટા-ફ્રી કૉલ્સ, ભૂલી જશો Jio-Airtel ને........
સરકારી ટેલિકૉમ કંપની બીએસએનએલ (BSNL) હજુ પણ જુની કિંમતમાં પોતાના કેટલાક પ્લાન બેનિફિટ્સ સાથે આપી રહી છે.
નવી દિલ્હીઃ દેશમાં અત્યાર દરેક કંપનીઓ પોતાના પ્રીપેડ પ્લાનની કિંમતમાં વધારો કરી દીધો છે. પરંતુ સરકારી ટેલિકૉમ કંપની બીએસએનએલ (BSNL) હજુ પણ જુની કિંમતમાં પોતાના કેટલાક પ્લાન બેનિફિટ્સ સાથે આપી રહી છે. બીએસએનએલ પાસે કેટલાક પ્લાન એવા છે જે Reliance Jio, Airtel અને Viને જોરદાર ટક્કર આપી રહ્યાં છે. આજે અમે તમને એવા પ્લાન વિશે બતાવી રહ્યાં છીએ જે 110 દિવસની વેલિડિટીની સાથે આવે છે અને ટૉટલ 220GB ડેટા ઓફર કરે છે. એટલુ જ નહીં કંપની આ પ્લાનની સાથે કૉલ- SMS નો પણ લાભ આપે છે. જાણો કયો છે પ્લાન ને કઇ રીતે આપે છે બીજા પ્લાન્સનો ટક્કર.........
BSNLનો 666 રૂપિયાનો પ્લાન -
બીએસએનએલનો 666 રૂપિયાનો પ્લાન યૂઝર્સને 110 દિવસની વેલિડિટી આપે છે. આમાં દરરોજ 2 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ રીતે કુલ ડેટા 220GB બની જાય છે. લિમીટ ખતમ થયા બાદ ડેટા સ્પીડ ઘટીને 40Kbps રહી જાય છે. પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. આ ઉપરાંત ફ્રી કૉલરટ્યૂન્સ અને લોકધુન કૉન્ટેન્ટની મેમ્બરશીપ આપવામાં આવશે.
Airtel-Vi નો 666 રૂપિયાનો પ્લાન -
એરટેલ અને વૉડાફોન-આઇડિયાનો પ્લાન એક સરખો જ છે. આમાં 77 દિવસ માટે દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવે છે. આ રીતે કુલ ડેટા 115.5GB બની જાય છે. પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવે છે.
Jio નો 666 રૂપિયાનો પ્લાન -
રિલાયન્સ જિઓનો 666 રૂપિયાનો પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં તમને દરરોજ 1.5 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ રીતે કુલ ડેટા 126 જીબી બની જાય છે. પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ, દરરોજ 100 SMS અને જિઓ એપ્સનુ મફત સબ્સક્રિપ્શન આપવામાં આવે છે.
આ પણ વાંચો..........
Tips: કામ કરતી વખતે વારંવાર ગરમ થઇ જાય છે લેપટૉપ, તો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ
આ કોમેડી શો સાથે સિદ્ધુની થઈ શકે છે વાપસી, ટીવી પર ફરીથી સાંભળવા મળશે ઠોકો તાલીની ગૂંજ
IPL 2022: સિઝનની શરુઆતમાં જ આઈપીએલની વ્યુરશિપમાં થયો મોટો ઘટાડો, જાણો BARCના રિપોર્ટનો ખુલાસો
ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ પ્લાનર 15 લાખની લાંચ લેતા ઝડપાયા
PBKS vs GT: તેવટીયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ મારી ગુજરાતને જીત અપાવી, વીડિયોમાં જુઓ એ જીતની ક્ષણો