iPad Discount: ધમાકેદાર ડિસ્કાઉન્ટ પર માત્ર 27,890 રૂપિયામાં મળી રહ્યું છે એપલનુ આ લેટેસ્ટ આઇપેડ
ખરેખરમાં તમે 30 હજારથી પણ ઓછી કિંમતમાં આઇપેડને પોતાના ઘરે વસાવી શકો છો. સામાન્ય ટેબલેટ સાથે સરખામણી કરવામાં આવે તો આમાં તમને વધારે ફિચર્સ અને સ્પીડ મળે છે.
Discount On Apple iPad: જો તમે એક apple iPad ખરીદવાનુ વિચારી રહ્યાં છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. ખરેખરમાં તમે 30 હજારથી પણ ઓછી કિંમતમાં આઇપેડને પોતાના ઘરે વસાવી શકો છો. સામાન્ય ટેબલેટ સાથે સરખામણી કરવામાં આવે તો આમાં તમને વધારે ફિચર્સ અને સ્પીડ મળે છે. આ ઉપરાંત તમને સારી ડિસ્પ્લે પણ મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, આમાં તમે ગેમિંગ અને ફિલ્મ જોવાનુ પણ કામ આસાનીથી કરી શકો છો.
Apple iPad Air 5th Gen WiFi iPadOS Tablet -
જે આઇપેડ વિશે અમે વાત કરી રહ્યાં છીએ, તે છે Apple iPad Air 5th Gen WiFi iPadOS Tablet. જો તમે આને ક્રૉમામાંથી ખરીદો છો તો આ તમારા માટે માત્ર 27,890 રૂપિયાની કિંમતમાં ચૂકવવી પડશે. આ એક જુની જનરેશનનુ વેરિએન્ટ છે, પરંતુ આમાં તમને એકથી એક ચઢિયાતા ફિચર્સ મળી રહ્યાં છે, જેના કારણે તમે આ iPad પર કેટલાય જરૂરી કામો કરી શકો છો. આ ઉપરાંત આનો ઉપયોગ મનોરંજન માટે પણ કરી શકો છો. આ iPad તમારે સ્મૂધ એક્સપીરિયન્સ આપે છે, જેના કારણે તે તમારુ ઓછા સમયમાં વધુ કામ નીપટાવી શકે છે.
Apple iPad Air 5th Gen WiFi iPadOS Tablet ની ખાસિયત -
જો વાત કરીએ ફિચર્સની તો આમાં યૂઝર્સને 10.2 ઇંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવે છે, આમાં 324 whrની લિથિયમ પૉલીમર બેટરી મળે છે. આ બેટરીની મદદથી તમે કલાકો સુધી ટેબલેટનો ઉપયોગ કરી શકો છો. આમાં યૂઝર્સને A13 બાયૉનિક ચિપ મળે છે. આની મદદથી યૂઝર્સને ફાસ્ટ પ્રૉસેસિંગ સ્પીડ મળે છે, અને તેમનો એક્સપીરિયન્સ પણ બેસ્ટ બને છે.
આ પણ વાંચો..........
જનતા પર વધુ એક મોંઘવારીનો માર, અમૂલ બાદ બરોડા ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો
NTPC Recruitment 2022: આસિસ્ટન્ટ ઓફિસર માટે ભરતીની જાહેરાત, 1.20 લાખ રૂપિયા સુધી મળશે પગાર
CRIME NEWS: વડોદરામાં નરાધમ પિતાએ 16 વર્ષની પુત્રી પર 3 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, આખરે માતાએ...
Astrology Remedies: 17 સપ્ટેમ્બર સુધી આ રાશિના લોકોને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, રહો સતર્ક