ઇન્સ્ટાગ્રામ ડાઉન, યૂઝર્સને મેસેજ સેન્ડ કરવાથી લઇને આવી રહી છે આ પ્રકારની પરેશાનીઓ, ટ્વીટર પર લોકોની ઢગલાબંધ ફરિયાદો
કેટલીક ફરિયાદોમાં બતાવવામાં આવ્યુ છે કે, તેમને ડીએમમાં જુના મેસેજ જ ફરીથી દેખાઇ રહ્યાં છે. રાત્રે 8:30 વાગ્યાથી ડાઉન હતુ.
Instagram Down : ઇન્સ્ટાગ્રામ ડાઉનને લઇને એકવાર ફરીથી સમાચાર સામે આવ્યા છે. યૂઝર્સને મેસેજ મોકલવાથી લઇને રિસીવી કરવા સુધીમાં પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આની જાણકારી ડાઉનડિટેક્ટર પર મળી છે. કેટલાય યૂઝર્સે બતાવ્યુ કે, મેસેજને લઇને તેમને છેલ્લા 12 કલાકથી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
કેટલીક ફરિયાદોમાં બતાવવામાં આવ્યુ છે કે, તેમને ડીએમમાં જુના મેસેજ જ ફરીથી દેખાઇ રહ્યાં છે. રાત્રે 8:30 વાગ્યાથી ડાઉન હતુ. આ પહેલા ફેસબુક પર પણ આ જ પરેશાનીઓનો લોકોએ સામનો કર્યો હતો.
હવે આને લઇને લોકોએ ટ્વીટર પર ગુસ્સો ઠાલવ્યો છે. આને લઇને ટ્વીટર પર “Instagram DM ટ્રેન્ડ કરી રહ્યું છે. અને આને લોકો પોતાની ક્રિએટિવિટી બતાવીને અલગ અલગ મીમ્સ શેર કરી રહ્યાં છે. ખરેખરમાં લોકોએ આ વખતે “Instagram DM ને લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
ફેસબુક યૂઝર્સ પણ પરેશાન -
કેટલાય લોકો ફેસબુક મેસેન્જરનું પણ ડાઉન હોવાની જાણકારી શેર કરી રહ્યાં છે. કેટલાય યૂઝર્સે કહ્યું કે, ઇન્સ્ટાગ્રામની જેમ તેને મેસેન્જર પર પણ મેસેજ રિસીવિંગ અને સેન્ડ કરવામાં પરેશાનનો સામનો કરવો પડી રહ્યો છે.
ગયા મહિને પણ ઇન્સ્ટાગ્રામ થયુ હતુ ડાઉન -
ગયા મહિને એટલે કે મે મહિનામાં પણ ઇન્સ્ટાગ્રામ ડાઉન હોવાના સમાચાર સામે આવ્યા હતા. 25 મે દરમિયાન લોકોએ ટ્વીટર પર આની ફરિયાદો કરી હતી, તેમની ફરિયાદ હતી કે ઇન્સ્ટાગ્રામ રિફ્રેશ કરવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો.
આ પણ વાંચો........
રાજ્યમાં ચાર દિવસ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી, NDRF અને SDRFની કુલ 10 ટીમો તૈનાત
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર
Astrology: શનિનું થશે રાશિ પરિવર્તન, આ રાશિના જાતકનો નવી નોકરી અને પ્રમોશન માટેનો ઇંતેજાર થશે ખતમ
LPG Cylinder Price Hike: આમ આદમીને મોંઘવારીનો મોટો ઝાટકો, LPGની કિંમતમાં થયો મોટો વધારો
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં ફરી થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 3.56 ટકા
Fengshui Tips for Money: ધનને આકર્ષવા માટે ફેંગસૂઇની આ ટિપ્સને અનુસરો, વૈભવમાં થઇ જશો માલામાલ