(Source: ECI/ABP News/ABP Majha)
Paytm Down: અચાનક ઠપ થયુ પેટીએમ, પેમેન્ટ સિસ્ટમમાં ગરબડી આવતા લોકો પરેશાન
યૂઝર્સનુ કહેવુ છે કે, Paytm Payment Bankથી લઇને પ્લેટફોર્મના વૉલેટ એટલે કે પેટીએમ વૉલેટ Paytm Wallet થી તે પેમેન્ટમાં અસફળ છે
Paytm Down: દેશની મહત્વનું ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ (Digital Payment Platform) પેટીએમ અચાનક ઠપ થઇ ગયુ છે. યૂઝર્સ આના દ્વારા કોઇપણ પ્રકારનુ પેમેન્ટ નથી કરી શકતુ. વળી, કંપનીની એપ પણ કામ નથી કરી રહી, જે યૂઝર્સ માટે એક મોટો ઝટકો છે, લોકો પરેશાન થઇ રહ્યાં છે. યૂઝર્સનું એકાઉન્ટ વારંવાર હેન્ગઆઉટ થઇ રહ્યું છે જેના કારણે ફરીથી લૉગ ઇન કરવા પર યૂઝર્સ કંઇપણ એક્સેસ નથી કરી શકતો.
યૂઝર્સનુ કહેવુ છે કે, Paytm Payment Bankથી લઇને પ્લેટફોર્મના વૉલેટ એટલે કે પેટીએમ વૉલેટ Paytm Wallet થી તે પેમેન્ટમાં અસફળ છે. જાણકારી અનુસાર કંપનીની એપ યૂઝર્સને લૉગઆઉટ કરી રહી છે જેનાથી તે પૈસા મોકલવા માટે અસમર્થ છે. વળી, આને લઇને કંપનીએ પણ ટ્વીટ કરીને જાણકારી આપી છે.
Paytmએ કર્યુ ટ્વીટ -
Paytmએ પોતાના અધિકારિક ટ્વીટર પરથી જાણકારી આપતા લખ્યું- પેટીએમમાં નેટવર્ક ઋટિના કારણે તમારામાંથી કેટલાક લોકો પેટીએમ મની એપ/વેબસાઇટમાં લૉગ ઇન કરવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. અમે પહેલાથી જ આ મુદ્દાને લઇને જલદીમાં જલદી ઠીક કરવા પર કામ કરી રહ્યાં છીએ. આનુ સમાધાન થતાં જ અમે તમને અપડેટ કરી દઇશું.
Due to a network error across Paytm, a few of you might be facing an issue in logging into the Paytm Money App/website. We are already working on fixing the issue at the earliest. We will update you as soon as it is resolved
— Paytm Money (@PaytmMoney) August 5, 2022
--
આ પણ વાંચો........
RBI Repo Rate: RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો, જાણો હવે લોનનો હપ્તો કેટલો વધી જશે
WhatsApp: વૉટ્સએપથી હવે બુક કરી શકશો Uber કેબ, જાણો બુકિંગ કરવાની રીત............
Latest Photoshoot: Ranveer Singh બાદ હવે આ એક્ટ્રેસે કરાવ્યું ફોટોશૂટ, FIR દાખલ કરવાની માંગ