વણજોઇતા મેઇલથી કંટાળી ગયા છો ? ફોલો કરો આ ટ્રિક્સ નહીં આવે એકપણ નકામો Gmail, જાણો..........
ઘણીવાર આપણે મેઇલ બૉક્સ ઓપન કરીએ ત્યારે કેટલાય નકામા અને વણજોઇતા મેઇલ આવીને પડ્યા હોય છે, આવા મેઇલે ડિલીટ મારે દેવા પડે છે અને તેના માટે સમય પણ બગડે છે.
નવી દિલ્હીઃ આજના ઇન્ટરનેટના જમાનામાં દરેક યૂઝર્સને કોઇને કોઇ કામ માટે ઇમેઇલનો ઉપયોગ કરવો જ પડે છે, પછી તે ભલે ઓફિસ વર્ક હોય કે પર્સનલ વર્ક હોય, કે પછી ધંધા માટે કોઇ કામ હોય. આજે ઇમેલનો ઉપયોગ વધ્યો છે અને તેની સાથે સાથે સમસ્યાઓ પણ વધી છે. આમાં એક મોટી સમસ્યા છે અણગમતા મેઇલ.
ઘણીવાર આપણે મેઇલ બૉક્સ ઓપન કરીએ ત્યારે કેટલાય નકામા અને વણજોઇતા મેઇલ આવીને પડ્યા હોય છે, આવા મેઇલે ડિલીટ મારે દેવા પડે છે અને તેના માટે સમય પણ બગડે છે. આવા મેઈલ વળી સ્પામ પણ હોતા નથી, કેમ કે આપણે ક્યારેક અજાણતા તેને સબસ્ક્રાઈબ કરી દીધા હોય છે. પરંતુ એક વખત કોઈ સર્વિસમાં આપણું મેઈલ આઈડી આપ્યું હોય એના ઈ-મેઈલ આપણને સતત આવ્યા જ કરે તો શું કરવું?
જો તમે આવા કોઇ મેઇલની સમસ્યાથી છૂટકારો મેળવવા માંગતા હોય તો અહીં છે તેના માટે એક આસાના પ્રૉસેસ છે, જેને ફોલો કરવાથી સમસ્યાનુ સમાધાન થઇ જશે........
આવા મેઈલ રોકવા માટે સૌથી સહેલો ઉપાય અનસબસ્ક્રાઈબ કરવાનો છે.
જે મેઈલ નિમયિત આવે છે, પણ તમારે તેનો ઉપયોગ નથી એ ઓપન કરો
તેમાં મેઈલના એડ્રેસ સાથે જ અનસબસ્ક્રાઈબ શબ્દ અન્ડરલાઈન કરેલો હશે.
તેના પર ક્લિક કરો એટલે કદાચ અનસબસ્ક્રાઈબ કરવાનું કારણ પૂછશે. કારણ સિલેક્ટ કર્યા પછી એ મેઈલ અનસબસ્ક્રાઈબ થશે અને આપણા મેઈલમાં આવતા બંધ થશે.
જો મેઈલ આઈડી સાથે અનસબસ્ક્રાઈબ ઓપ્શન ન મળે તો મેઈલ પુરો થાય ત્યાં નીચેના ભાગમાં એ ઓપ્શન આપેલો હશે. ત્યાંથી પણ અનસબસ્ક્રાઈબ કરી શકાશે.
આ ઉપરાંત મેઈલ ખોલતાંની સાથે જમણી તરફ 3 ડોટ્સ દેખાશે. તેના પર ક્લિક કરવાથી મેનુ ખુલશે. એ મેનુંમાં બ્લોકનો પણ વિકલ્પ હશે. જે-તે મેઈલને કાયમી ધોરણે બ્લોક પણ કરી શકાય છે.
આ પણ વાંચો......
Motorola G42 : 4 જુલાઇએ લૉન્ચ થશે મોટોરોલાનો આ ધાંસૂ સ્માર્ટફોન, આવા છે કમાલના ફિચર્સ
ઉદેપુરમાં દરજીની હત્યા પર ભડકી બૉલીવુડની આ બે હૉટ એક્ટ્રેસ, જાણો સરકારને શું કરવા કહ્યું
India Corona Cases Today : દેશમાં એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો એક લાખ નજીક, જાણો આજની શું છે સ્થિતિ
GST Council ની બેઠકમાં આ વસ્તુઓ પર ટેક્સ વધારવાને મળી મંજૂરી, જાણો કઈ-કઈ વસ્તુ થશે મોંઘી!