શોધખોળ કરો

Netflix જ નહીં આ પાંચ OTT પ્લેટફોર્મ પરથી પણ જોઇ શકાય છે ફ્રીમાં મૂવી, કરી જુઓ ટ્રાય....

માર્કેટમાં નેટફ્લિક્સ, અમેઝૉનથી લઇને ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર વગેરે એપના માધ્યમથી તમે ઘરે બેઠાં બેઠાં નવી નવી ફિલ્મો અને વેબસીરીઝો જોઇ શકો છો.

Free OTT: આજકાલ સ્માર્ટફોન યૂઝર્સ પોતાના મોબાઇલમાં ફ્રીમાં મૂવી જોવાના શોખીન થયા છે. બૉલીવુડ હોય કે હૉલીવુડની મૂવી હોય, ભારતીય યંગસ્ટર્સ પોતાના મોબાઇલમાં ઓટીટી પ્લેટફોર્મ પર આવી કોઇપણ મૂવી આસાનીથી જોઇ શકે છે. અત્યારે ઇન્ટરનેટ અને તેમાં પણ ઓટીટી પ્લેટફોર્મના લાખો દિવાના છે, મોટાભાગના સ્માર્ટફોન યૂઝર્સ હોય કે ટીવીના દર્શકો ઓટીટી પર ફિલ્મો અને વેબસીરીઝ જોવાના શોખીન થઇ ગયા છે, અને આજકાલ માર્કેટમાં પણ ઘણીબધી કંપનીઓ આજે તમને આનો લાભ પણ આપી રહ્યા છે, અને એકદમ સસ્તાંમાં.

નેટફ્લિક્સ જ નહીં આ ઓટીટી પ્લેટફોર્મ પણ છે બેસ્ટ -   
હાલમાં માર્કેટમાં નેટફ્લિક્સ, અમેઝૉનથી લઇને ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર વગેરે એપના માધ્યમથી તમે ઘરે બેઠાં બેઠાં નવી નવી ફિલ્મો અને વેબસીરીઝો જોઇ શકો છો. જોકે, આના માટે તમારે સબ્સક્રિપ્શન કરાવવું પડે છે. પરંતુ આજે અમે તમને એવી કેટલીક એપ્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે તમને ફ્રીમાં વેબસીરીઝ અને ફિલ્મો જોવાનો લ્હાવો આપી રહી છે, અને તે પણ એકદમ ફ્રી..... .

Mx Player - 
જો તમે એમએક્સ પ્લેયરને વર્ષોથી યૂઝ કરી રહ્યાં છો, તો તમે જાણતા હશે કે એમએક્સ પ્લેયર પહેલા માત્ર ઓફલાઇન વીડિયો પ્લેયર હતુ, પરંતુ 2019થી આ એપને અપડેટ કરવામાં આવી છે, અને હવે આ OTT સર્વિસ પ્રૉવાઇડર બની ગઇ છે. આ એપ અલગ અલગ ભાષાઓમાં કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવે છે, તે પણ ફ્રીમાં, તમે અહીં વેબ સીરીઝથી લઇને લાઇવ ટીવીનો આનંદ માણી શકો છો.

Voot - 
વાયકૉમ 18ના સ્વામિત્વ વાળી VOOT એક ઓટીટી પ્લેટફોર્મ છે. આ એપનો ઉપયોગ સૌથી વધુ બિગ બૉસ જોવા માટે કરવામાં આવે છે, અહીં પણ તમે ફિલ્મો, ચેટ શૉ, વેબસીરીઝ વગેરે ફ્રીમાં જોઇ શકોછો. જોકે આના માટે તમારે એડ જોવી પડશે. તમે ઇચ્છો તો આનુ સબ્સક્રિપ્શન પણ ખરીદી શકો છો.

Picasso - 
આ મોબાઇલ એપ્લીકેશનને તમે ગૂગલ પ્લે સ્ટૉરમાંથી મફતમાં ડાઉનલૉડ કરી શકો છે. અહીં પણ તમે બૉલીવુડ, હૉલીવુડ અને નવી નવી વેબસીરીઝનો આનંદ લઇ શકો છો, આજકાલના યુવાનો પિકાસો એપને ખુબ પસંદ કરી રહ્યાં છે.

Tubi - 
જો તમે હૉલીવુડ ફિલ્મો જોવાના શોખીન છો, તો તમારા માટે આ ખુબ કામની છે. અહીં તમને તમામ પ્રકારની વેબસીરીઝ મફતમાં જોવા મળી શકે છે. આ એપ ગૂગલ પ્લે સ્ટૉર કે એપલ સ્ટૉર પર ઉપલબ્ધ છે. આ યૂઝર્સને ફ્રીમાં કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવે છે. તમે અહીં એચડી ક્વૉલિટીમાં પણ વીડિયો જોઇ શકો છો.

Jio cinema - 
જો તમે જિઓ યૂઝર છો, તો તમે મૂવી, લાઇવ ટીવી, કે નવી વેબસીરીઝને જિઓ સિનેમા એપ દ્વારા ફ્રીમાં જોઇ શકો છો, આ મોબાઇલ એપ્લીકેશન હિન્દી સહિત અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Embed widget