Tri-Fold Phone: જલદી લૉન્ચ થશે Samsung નો પહેલો ત્રિપલ-સ્ક્રીન ફૉલ્ડેબલ ફોન, સામે આવી મોટી જાણકારી
Samsung Galaxy G Fold: સેમસંગ આ ફોનમાં ઇનવર્ડ ફૉલ્ડિંગ સ્ક્રીન આપી શકે છે. જ્યારે આ ફોન બંધ હશે, ત્યારે તેની સ્ક્રીન અંદર જ રહેશે અને જો તે પડી જશે તો તેને નુકસાન થવાની શક્યતા ઓછી રહેશે

Samsung Galaxy G Fold: સેમસંગ હાલમાં તેના પહેલા ત્રિપલ-સ્ક્રીન ફૉલ્ડેબલ ફોન પર કામ કરી રહ્યું છે. તેનું નામ ગેલેક્સી જી ફોલ્ડ રાખી શકાય છે અને તેના વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે. એવી અટકળો છે કે કંપની તેને જુલાઈમાં લૉન્ચ કરી શકે છે. જો આ અટકળો સાચી પડે, તો તેનો અર્થ એ કે ત્રિપલ-સ્ક્રીન ફૉલ્ડેબલ ફોનના ચાહકો પાસે બીજો વિકલ્પ હશે. હાલમાં આ સેગમેન્ટમાં ફક્ત Huawei Mate XT જ ઉપલબ્ધ છે.
Galaxy G Fold જુલાઇમાં થઇ શકે છે લૉન્ચ
તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેમસંગે તેના ત્રિપલ-સ્ક્રીન ફૉલ્ડેબલ ફોન માટે તૈયારી કરી લીધી છે. તે એપ્રિલથી તેના માટે ઘટકો ખરીદવાનું શરૂ કરશે અને ટૂંક સમયમાં મોટા પાયે ઉત્પાદન શરૂ થશે. આના પરથી અનુમાન લગાવી શકાય છે કે ઉત્પાદન તૈયાર થયા પછી, તેને જુલાઈમાં લૉન્ચ કરી શકાય છે. એવી પણ માહિતી છે કે કંપની શરૂઆતમાં મર્યાદિત સંખ્યામાં ફોનનું ઉત્પાદન કરશે અને તેનું વેચાણ શરૂ કરશે. લૉન્ચ થયા પછી, આ ફોન Huawei Mate XT સાથે સ્પર્ધા કરશે, જે તાજેતરમાં વૈશ્વિક બજારમાં લોન્ચ થયો હતો.
આવા હોઇ શકે છે ફિચર્સ
સેમસંગ આ ફોનમાં ઇનવર્ડ ફૉલ્ડિંગ સ્ક્રીન આપી શકે છે. જ્યારે આ ફોન બંધ હશે, ત્યારે તેની સ્ક્રીન અંદર જ રહેશે અને જો તે પડી જશે તો તેને નુકસાન થવાની શક્યતા ઓછી રહેશે. સંપૂર્ણપણે ખોલ્યા પછી, ગેલેક્સી જી ફૉલ્ડની સ્ક્રીન 9.96 ઇંચની હોઈ શકે છે. આ Z Fold 6 ની 7.6-ઇંચ સ્ક્રીન કરતા 30 ટકા મોટી છે. ફૉલ્ડ કરવામાં આવે ત્યારે, તેની સ્ક્રીનની ઊંચાઈ સામાન્ય સ્માર્ટફોન જેવી 6.5 ઇંચ હોઈ શકે છે. ગેલેક્સી જી ફૉલ્ડનું વજન 298 ગ્રામ હોવાની શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની તેમાં અંડર-ડિસ્પ્લે કેમેરા આપશે નહીં અને હૉલ-પંચ કટઆઉટ જોઈ શકાય છે. જોકે, આનાથી ફ્રન્ટ કેમેરાની ગુણવત્તામાં સુધારો થશે.
આ પણ વાંચો
Instagram: જો તમે પણ વાંરવાર કરશો આ ભૂલ તો Instagram બંધ કરી દેશે તમારું એકાઉન્ટ, જાણો ડિટેલ્સ





















