Hu to Bolish | હું તો બોલીશ | ભ્રષ્ટાચાર ભરપૂર
નવસારી જિલ્લામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની સાંઠગાઠથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો...બીલીમોરાના પાણી પુરવઠા વિભાગમાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી ખોટા બિલો મૂકી 12.44 કરોડની ઉચાપત કરવામાં આવી....ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકાના કુલ 54 ગામોમાં નહીં કરેલા અનેક કામોના ખોટા બિલો રજૂ કરી તેને મંજૂર કરી કુલ 5.48 કરોડની રકમ એકબીજાના મેળાપીપળામાં તત્કાલીન ગુના નિવારણ શાખાની તપાસમાં બહાર આવ્યું....જે અંગે સુરત cid ક્રાઇમમાં 14 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ...જેના આધારે આરોપીમાં કુલ પાંચ કોન્ટ્રાક્ટર અને ત્રણ મહિલા સહિત 10 આરોપીઓની ધરપકડ પણ કરાઈ અને 8 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે....આરોપ છે કે ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી સરકારી દસ્તાવેજો અને પુરાવાઓનો નાશ કરી મેઝરમેન્ટ બુકો ગુમ કરી રેકર્ડનો નાશ કર્યા...તેમજ એક્શન પ્લાન 2023-24 અંતર્ગત રીજુવીનેશન ટ્રાયબલ કાર્યક્રમ હેઠળ મંજુર થયેલ 7.16 કરોડની જોગવાઇની સામે મંજુર થયેલ જોગવાઇથી ઉપરવટ જઇ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ઇ.આર.પી તથા સોફ્ટવેરનો દૂરૂપયોગ કરી કોઇ પણ પ્રકારની મંજુરી વગર 12.44 કરોડના ખોટા ચુકવણા કરી મોટા પ્રમાણમાં સરકારી નાણાની ઉચાપત કરાઈ....