Hu to Bolish | હું તો બોલીશ | આવી પંચાયતની ચૂંટણી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે. જેને લઈ ભાજપે શરૂ કરી દીધી છે તૈયારી. ભાજપ આ ચૂંટણી સી. આર. પાટીલની આગેવાનીમાં લડી શકે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કેમ કે, ગઈકાલે ગાંધીનગરમાં કમલમમાં 2 બેઠક મળી. બંને બેઠક પાટીલની અધ્યક્ષતામાં મળી. બેઠકમાં ચૂંટણીઓ માટેની જવાબદારીઓ સોંપવા માટેની ચર્ચા કરવામાં આવી. આગામી દિવસોમાં ગુજરાત ભાજપના 2 મહામંત્રીઓ આ જવાબદારી વહેચણી કરશે તેવું નક્કી કરવામાં આવ્યું. બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો, શહેર અને જિલ્લા પ્રમુખ, જિલ્લા પ્રભારીઓ પણ હાજર રહ્યા.
આવનારા સમયમાં બાકી રહેલ 2 જિલ્લા પંચાયત બનાસકાંઠા અને ખેડાની ચૂંટણી થશે...17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકા અને 5 હજાર 319 ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાશે. 75 નગરપાલિકામાંથી જો 9 નગરપાલિકા નવસારી, વાપી, આણંદ, મોરબી, ગાંધીધામ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણ, નડિયાદ, પોરબંદર મહાનગરપાલિકામાં ગણાશે તો 64 નગરપાલિકાની ચૂંટણી યોજાશે...