Hu to Bolish | હું તો બોલીશ | કોણે ઉતારી પોલીસની રીલ?
દાહોદમાં તો હવે પોલીસનો કોઈ ડર જ ન હોય તેવી ઘટના પ્રકાશમાં આવી... ત્રણ શખ્સો પહેલા તો આઉટપોસ્ટમાં જઈ રીલ્સ બનાવે છે અને બાદમાં ડ્રોઅરમાંથી ચોરી કરી ફરાર થઈ ગયા. જુઓ આ વાયરલ થયેલી રીલ્સ. લીમખેડાના બાંડીબાર ગામની આઉટ પોસ્ટના આ દ્રશ્યો છે. અહીં ફરજ બજાવતા ASI સંજય વણઝારા ઓફિસ બંધ કરી વોરંટની કામગીરી માટે બહાર ગયા હતા. ત્યારે જ ત્રણ યુવક ત્યાં આવ્યા. પહેલા તો તાળું તોડી ઓફિસમાં પ્રવેશ્યા બાદમાં આઉટ પોસ્ટના લોકઅપની રીલ્સ બનાવી. આટલું જ નહીં જતા- જતા ડ્રોઅરમાં ASIના પડેલા પાકિટમાંથી 2600 રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા. હવે અહીં તો પોલીસનું જ નાક કપાય તેવી સ્થિતિ હતી એટલે કાર્યવાહી તો થઈ નહીં. જોકે રીલ સોશલ મીડિયામાં વાયરલ થતા પોલીસે નાક બચાવવા આખરે કાર્યવાહી કરવી પડી અને આઉટપોસ્ટમાં પ્રવેશી રીલ બનાવનારા નવસાદ શેખ, અયાઝ મકરાણી, બાદલ રાવલની પોલીસે ધરપકડ કરી.