Hu to Bolish | હું તો બોલીશ | કેમ ડૂબે છે શહેર?
હવામાન વિભાગના અનુસાર, ગુજરાત પર વરસાદની એક સાથે 3 સિસ્ટમ થઈ છે સક્રિય. ઓફશૉર ટ્રફ... વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ છે જેના કારણે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના હવામાન વિભાગે કરી છે.
રાજ્યના 158 તાલુકામાં આજે વરસાદ પડ્યો. 5 તાલુકામાં 4 ઈંચથી 14 ઈંચ સુધી વરસાદ પડ્યો. સૌથી વધુ ઉમરપાડામાં 14 ઈંચ. તો ભરૂચના નેત્રંગમાં 8 ઈંચ. ગરુડેશ્વર 6 ઈંચ..નાંદોદમાં સાડા પાંચ ઈંચ. તિલકવાડામાં 4 ઈંચ વરસાદ વરસ્યો..12 તાલુકા એવા છે જ્યાં 2થી 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો.
સુરત જિલ્લામાં વરસ્યો મૂશળધાર વરસાદ. ઉમરપાડા તાલુકામાં જાણે આભ ફાટ્યું હોય તેમ સૌથી વધુ 14 ઈંચ વરસાદ વરસ્યો. જેના કારણે ઉમરપાડા જળબંબાકાર થઈ ગયું. વહેલી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના ચાર જ કલાકમાં ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ વરસી ગયો. નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાયા જ. પરંતુ મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા. દુકાનો અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. વરસાદને લઈને ઉમરપાડાની જીવાદોરી સમાન મોહન નદી બે કાંઠે વહેતી થઈ..તો, વીરા નદીમાં પણ પૂર આવ્યું. ઉમરપાડા તાલુકાના ધાણવડ, કેવડી, ઉમરગોટ સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. ઉમરપાડાના ગોંડલિયા ગામ પાસે પસાર થતી વીરા નદી બે કાંઠે વહેલી થઈ. ગોંડલિયા ગામને જોડતો લો લેવલ બ્રિજ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો. પરિણામે ગોંડલિયા ગામ સંપર્ક વિહોણું બન્યું. ચિતલદા ગામમાંથી પસાર થતી વીરા નદીમાં પૂર આવ્યું